નેશનલ

SBI અને PNBમાં બંધ કરવામાં આવે બધા એકાઉન્ટ, સરકારે કરી જાહેરાત

કર્ણાટક રાજ્યની સિદ્ધારમૈયા સરકારે દેશની જાહેર ક્ષેત્રની બે મોટી બેંકોને લઈને મોટો નિર્ણય લીધો છે. કર્ણાટક સરકારે તેના તમામ સરકારી વિભાગોને પંજાબ નેશનલ બેંક (PNB) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ખાતામાંથી તમામ વ્યવહારો બંધ કરવાનો આદેશ આપ્યો છે. બધા સરકારી વિભાગોને આ બંને બેંકોમાંથી તેમના ખાતા બંધ કરવા અને થાપણો ઉપાડી લેવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

સરકારના આ આદેશ બાદ તમામ સરકારી વિભાગોએ SBI અને PNBમાં જમા કરેલા પૈસા પાછા લેવા પડશે અને ડિપોઝીટ્સ પણ ઉપાડી લેવી પડશે અને ખાતા બંધ કરવા પડશે.

આ પણ વાંચો : Gujarat માં 28,000 બેંક ખાતા પોલીસે ર્ક્યા અનફ્રીઝ, હજારો લોકોને રાહત મળી

તાજેતરના વાલ્મિકી વિકાસ નિગમ કૌભાંડ અને 2011 અને 2013ના બે અલગ-અલગ કેસના સંદર્ભમાં PACની ભલામણને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. સીએમ સિદ્ધારમૈયાના નિર્દેશો અનુસાર, નાણા વિભાગ (બજેટ અને સંસાધન) ના સચિવ આદેશ જારી કરીને આ બેંકોમાં રાખવામાં આવેલા તમામ FD ખાતાને 9 સપ્ટેમ્બર સુધીમાં બંધ કરવા જણાવ્યું છે.

કર્ણાટક સરકારનો આ આદેશ રાજ્યના નાણાં વિભાગના સચિવ જાફરે આપ્યો છે. સરકાર દ્વારા SBI અને PNBમાં જમા કરાયેલા નાણાના દુરુપયોગના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. FD પરત ન કરીને છેતરપિંડી કરવાના બે કિસ્સાઓને કારણે રાજ્ય સરકારે SBI અને પંજાબ નેશનલ બેંકમાં રાખેલા તમામ નાણાં પાછા લેવાનો આદેશ આપ્યો છે. રાજ્યના સરકારી વિભાગોએ તેમના નાણાં બંને બેંકોમાં જમા કરાવવા અને કોઈપણ પ્રકારની લેવડ-દેવડ કરવી નહીં તેવી આ સૂચના તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે. સરકાર વતી નાણા વિભાગે તમામ વિભાગોને આ બંને બેંકોમાં ભવિષ્યમાં કોઈપણ પ્રકારની થાપણો ન રાખવાનો પરિપત્ર પણ જારી કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button