HDFC Bankમાં છે તમારું Account? બે દિવસ સુધી આટલી સેવાઓનો લાભ નહીં લઈ શકો, જાણી લો એક ક્લિક પર

મુંબઈ/નવી દિલ્હીઃ જો તમારું ખાતું પણ એચડીએફસી બેન્ક (HDFC Bank Account Holder)માં છે તો તમારા માટે આ સમાચાર મહત્ત્વના છે, કારણ કે બે દિવસ સુધી તમે બેન્કની અમુક સર્વિસનો લાભ નહીં ઉઠાવી શકો. જી હા, ચોથી જૂન અને છઠ્ઠી જૂનના મધરાતે 12.30 વાગ્યાથી 2.30 વાગ્યા સુધી (HDFC Bank’s Some Service Will Not Available On Midnight Of 4th And 6th June) તમે બેન્કની અનેક સેવાઓનો ઉપયોગ નહીં કરી શકો.
બેન્ક દ્વારા આ બાબતે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ગ્રાહકના બેંકિંગ એક્સપિરીયન્સને વધુ સારો બનાવવા માટે સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવી રહી છે અને જેમાં એચડીએફસી બેંક ડેબિટ, ક્રેડિટ અને પ્રિ-પેડ કાર્ડ સર્વિસને વધારે સારી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ માટે ચોથી જૂન અને છઠ્ઠી જુનના એમ બે દિવસ સુધી કાર્ડ સંબંધિત સેવાઓ પર અસર જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોથી જૂનના રાતે 12.30 કલાકથી 2.30 કલાક સુધી ડેબિટ, ક્રેડિટ અને પ્રી-પેડ કાર્ડ્સને લઈને પોતાની સિસ્ટમને અપગ્રેડ શેડ્યુલ કરવામાં આવશે જેને કારણે અને આ કારણે ગ્રાહકો કોઈ પણ પ્રકારનું એટીએમ ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો અને એની સાથે સાથે જ ઓનલાઈન, પીઓએસ અને નેટસેફ ટ્રાન્ઝેક્શન પણ નહીં કરી શકાય.
જ્યારે બીજા દિવસે એટલે કે છઠ્ઠી જૂનના રાતે 12.30 કલાકથી 2.30 વાગ્યા સુધી ડેબિટ, ક્રેડિટ અને પ્રી-પેડ કાર્ડ્સ માટે અપગ્રેડ શેડ્યુલ કરવામાં આવ્યું છે. આ દરમિયાન તમામ રૂપે કાર્ડ અને નેટસેફ ટ્રાન્ઝેક્શન અસ્થાયીરૂપે ઉપલબ્ધ નહીં રહે.
એચડીએફસી બેન્ક (HDFC Bank)એ આ બાબતે એક નોટિસ બહાર પાડતા તમામ ગ્રાહકોને જણાવ્યું છે કે આ અપગ્રેડ દરમિયાન એચડીએફસી બેન્ક ડેબિટ, ક્રેડિટ અને પ્રી-પેડ કાર્ડ સંબંધિત સર્વિસ અસ્થાયીરૂપે ઉપલબ્ધ નહીં રકહે. બેન્કે તમામ ખાતાધારકોને અનુરોધ કર્યો છે કે કોઈ પણ પ્રકારની અસુવિધાથી બચવા માટે આ સમયગાળા દરમિયાન થનારા ટ્રાન્ઝેક્શન પહેલાંથી જ પ્લાન કરી લો.