વિકસિત ભારત માટે ન્યાયની સુલભતા આવશ્યક: વડા પ્રધાન મોદી
જયપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે સરળ અને સુલભ ન્યાયની ગેરેન્ટી અત્યંત મહતદ્વની છે કેમ કે દેશ વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહ્યો છે.
રાજસ્થાન હાઈ કોર્ટની પ્લેટિનમ જયંતી નિમિત્તે બોલતાં તેમણે પોતાના સ્વતંત્રતા દિને આપેલી બિનસાંપ્રદાયિક નાગરી સંહિતાની ટિપ્પણી પર બોલતાં કહ્યું હતું કે ન્યાયતંત્ર વર્ષોથી આની માગણી કરી રહ્યું છે.
આપણે વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહ્યા છીએ ત્યારે સરળ, સહેલો અને સુલભ ન્યાય બધાને મળી રહે તેની ગેરેન્ટી બધાને મળી રહે તે આવશ્યક છે. આ અત્યંત મહત્ત્વનું છે, એમ પણ તેમણે કહ્યું હતું.
વડા પ્રધાને કહ્યું હતું કે આજે લોકોના સપનાં તેમની આશાઓ મોટી છે અને આથી મહત્ત્વનું છે કે આપણી યંત્રણાનું પણ અત્યાધુનિકરણ થાય.
તંત્રનું ઈનોવેશન અને મોર્ડનાઈઝેશન બધાને સમાન ન્યાય મળી રહે તે માટે આવશ્યક છે, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)