નેશનલ

એસીબી કોર્ટે ચંદ્રબાબુના રિમાન્ડ બે દિવસ સુધી લંબાવ્યા…

વિજયવાડામાં ACB કોર્ટે આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ અને TDP ચીફ ચંદ્રબાબુ નાયડુના રિમાન્ડ બે દિવસ લંબાવ્યા છે. પૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ વીડિયો કોન્ફરન્સ દ્વારા ACB કોર્ટમાં હાજર થયા હતા. રિમાન્ડની મુદત પૂરી થયા બાદ તે ખાસ કરીને ACB (એન્ટી કરપ્શન બ્યુરો) કોર્ટમાં હાજર થયા અને CID (ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ)એ ચંદ્રાબાબુને વીડિયો કોન્ફરન્સ દ્વારા જજ સમક્ષ રજૂ કર્યા હતા. સુનાવણી દરમિયાન CIDએ ચંદ્રાબાબુની કસ્ટડીની વિનંતી કરી અને ન્યાયાધીશે આ કેસ અંગે ચંદ્રાબાબુનો અભિપ્રાય માંગ્યો હતો અને બાદમાં 24 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ લંબાવ્યો. જોકે કસ્ટડી અરજી પર નિર્ણયની રાહ જોવાઈ રહી છે.

એડિશનલ એડવોકેટ જનરલ પોન્નાવોલુ સુધાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે, અહીં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોની વિશેષ અદાલત પૂર્વ મુખ્ય પ્રધાનની જ્યુડિશિયલ કસ્ટડી વધુ બે દિવસ લંબાવી છે. દરમિયાન નાયડુએ હાઈકોર્ટમાં FIR રદ કરવાની વિનંતી કરતી અરજી દાખલ કરવામાં આવી છે, નોંધનીય છે કે ચંદ્રબાબુ નાયડુની 9 સપ્ટેમ્બરે સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ભંડોળનો દુરુપયોગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે સરકારી તિજોરીને કથિત રીતે 300 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નાયડુ હાલમાં રાજમહેન્દ્રવરમ સેન્ટ્રલ જેલમાં બંધ છે.


નાયડુની મુક્તિની માંગણી કરતા તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ધારાસભ્યોના વિરોધને કારણે શુક્રવારે આંધ્રપ્રદેશ વિધાનસભાની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષી નેતાની ધરપકડના કારણે વિધાનસભાની કાર્યવાહી બીજા દિવસે પણ ખોરવાઈ રહી હતી.


ACB કોર્ટના ન્યાયાધીશ સમક્ષ TDPના વડા ચંદ્રાબાબુ નાયડુએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી કે તેમને જેલમાં રાખવામાં આવ્યા હોવાના કારણે તેઓ હાલમાં માનસિક તકલીફનો સામનો કરી રહ્યા છે. તેમણે ન્યાયાધીશને તેમના અધિકારોનું રક્ષણ કરવા વિનંતી કરી હતી. ચંદ્રાબાબુએ તેમની 45 વર્ષની વ્યાપક રાજકીય કારકિર્દી પર પ્રકાશ પાડ્યો અને પૂર્વ સૂચના વિના ધરપકડ કરવામાં આવતા અસંતોષ વ્યક્ત કર્યો હતો. ચંદ્રાબાબુએ તેલુગુ રાજ્યોમાં થયેલી પ્રગતિનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે તેમની અન્યાયી રીતે ધરપકડ કરવામાં આવી છે, જેનાથી તેમને બહુ દુઃખ થયું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button