રણવીર અલ્હાબાદિયાનો કેસ લડનાર યુવાન વકીલ કોણ છે તે જાણો છો ?

નવી દિલ્હી: કોમેડિયન સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ પર કેટલીક અશ્લીલ ટિપ્પણીઓ કરવા બદલ યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા મોટી મુસીબતમાં (India’s Got Latent controversy) સપડાયો છે. ઘણા રાજ્યોમાં રણવીર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. રાહત માટે રણવીરે સુપ્રીમ કોર્ટમાં અરજી (Ranveer Allahbadia) કરી છે.
Also read : રણવીર અલ્હાબાદિયાનું સપનું અધૂરું જ રહી જશે! કોહલીએ રણવીરને અનફોલો કર્યો

વકીલ અભિનવ ચંદ્રચુડે (Abhinav Chandrachud) રણવીર વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને વહેલી સુનાવણીની માંગ કરી. જોકે, મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે આ કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ કહ્યું હતું કે આ કેસ ટૂંક સમયમાં સૂચિબદ્ધ કરવામાં આવશે.
આસામ પોલીસે પણ રણવીરને સમન્સ મોકલ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં અભિનવ ચંદ્રચુડે દલીલ કરી હતી કે આસામ પોલીસનું સમન્સ અન્યાયી છે અને રણવીર અલ્હાબાદિયાને તાત્કાલિક રાહત આપવી જોઈએ. આ અંગે CJI ખન્નાએ કહ્યું કે કેસ બે-ત્રણ દિવસમાં સૂચિબદ્ધ થશે.
કોણ છે અભિનવ ચંદ્રચુડ:
અભિનવ ચંદ્રચુડ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડના દીકરા છે, પરંતુ તેઓ ન્યાયાધીશના પુત્ર તરીકે નહીં પરંતુ એક સક્ષમ વકીલ અને કાયદાકીય બાબતોના લેખક તરીકે જાણીતા છે. બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા અભિનવે વિશ્વની બેસ્ટ લો સ્કૂલ્સમાં અભ્યાસ કર્યો છે. તેમણે સ્ટેનફોર્ડ લો સ્કૂલમાંથી ડોક્ટર ઓફ ધ સાયન્સ ઓફ લો અને માસ્ટર ઓફ ધ સાયન્સ ઓફ લો ડિગ્રી મેળવી છે, ત્યાં તેઓ ફ્રેન્કલિન ફેમિલી સ્કોલર રહ્યા હતા. તેમણે અગાઉ હાર્વર્ડ લો સ્કૂલમાંથી LLM ની ડિગ્રી મેળવી હતી, જ્યાં તેઓ ડાના સ્કોલર હતા.
આવી રહી કારકિર્દી:
અભિનવ ચંદ્રચુડે અમેરિકન લો ફર્મ ગિબ્સન, ડોન અને ક્રુચરમાં એસોસિએટ વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં તેઓ ભારત પાછા ફર્યા અને કાયદાની પ્રેક્ટિસ શરુ કરી, સાથે સાથે તેમણે કાયદાકીય બાબતો અંગે લેખન પણ શરુ કર્યું. તેમના પુસ્તકો “રિપબ્લિક ઓફ રેટરિક: ફ્રી સ્પીચ એન્ડ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઈન્ડિયા” અને “સુપ્રીમ વ્હિસ્પર્સ: કન્વર્ઝેશન્સ વિથ જજીસ ઓફ ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા 1980-1989” જાણીતા છે.
Also read : પોલીસ અલાહાબાદિયાના વર્સોવાના ફ્લૅટ પર પહોંચી: દરવાજે તાળું જોઈ પાછી ફરી
અગાઉ SC માં વકીલાત કરવા મનાઈ કરી હતી:
જ્યારે ડીવાય ચંદ્રચુડ ભારતના મુખ્ય ન્યાયાધીશ હતા, ત્યારે તેમના પુત્રો અભિનવ અને ચિંતનને સુપ્રીમ કોર્ટમાં કેસ લડવાનો ઇનકાર કર્યો હતો. ભૂતપૂર્વ CJI ડીવાય ચંદ્રચુડે વિદાય ભાષણમાં આનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું, “મેં મારા પુત્રોને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરવાનું કહ્યું હતું, પરંતુ તેમણે ના પાડી હતી. તેમણે કહ્યું, ‘પપ્પા, તમે પદ છોડો ત્યાર બાદ જ અમે સુપ્રીમ કોર્ટમાં ત્યારે જ કેસ લીધી કરીશું. ત્યાં પ્રેક્ટિસ કરીને અમે તમારી અને અમારી વિશ્વસનીયતા પર સવાલ નથી ઉભા કરવા માંગતા’ મારા બાળકોએ આ વ્યવસાયમાં પ્રામાણિકતા જાળવી રાખી તે મારા માટે ગર્વની વાત હતી.”