પ્રજ્વલ રેવન્નાની જાતીય સતામણીનો શિકાર બનેલી મહિલાનું અપહરણ, FIR દાખલ
સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા સાંસદ પ્રજ્વલ રેવન્નાના પરિવારની મુસીબતો વધી રહી છે. એક યુવકે મૈસૂરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેની માતાનું અપહરણ કરવામાં આવ્યું છે. તેનો આરોપ છે કે પ્રજ્વલ રેવન્નાની માતાના કહેવા પર તેની માતાનું અપહરણ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર યુવકની માતા પ્રજ્વલ રેવન્ના જાતીય સતામણીનો શિકાર બની હતી. પીડિતાના પુત્રની ફરિયાદ બાદ હવે FIR દાખલ કરવામાં આવી છે અને અપહરણનો કેસ નોંધવામાં આવ્યો છે.
ગુમ થયેલી મહિલાના 20 વર્ષીય પુત્રએ ગુરુવારે રાત્રે મૈસૂર જિલ્લાના કેઆર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેની માતાને રેવન્ના પરિવારના જાણકાર વ્યક્તિ દ્વારા બળજબરીથી લઈ જવામાં આવી હતી. આમ સેક્સ સ્કેન્ડલ કેસમાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના ધારાસભ્ય પુત્ર એચડી રેવન્ના (67 વર્ષ) અને સાંસદ પૌત્ર પ્રજ્વલ રેવન્ના (33 વર્ષ)ની મુશ્કેલીઓ વધી રહી છે.
ફરિયાદી પુત્રનો આરોપ છે કે સતીશ બબન્ના તરીકે ઓળખાતા અપહરણકર્તાએ સંભવતઃ તેની માતાને પ્રજ્વલ વિરુદ્ધ જુબાની આપતા અટકાવવા માટે પ્રજ્વલના પિતા અને JD(S) ધારાસભ્ય એચડી રેવન્નાના નિર્દેશ પર કામ કર્યું હતું. બબન્નાએ શરૂઆતમાં એચડી રેવન્નાની પત્ની ભવાની રેવન્નાના સમન્સના બહાના હેઠળ મહિલાને તેની સાથે આવવા સમજાવી હતી. “મતદાનના દિવસે સવારે બબન્નાએ મારી માતાને અમારા ઘરે મૂકી દીધી હતી. તેણે મારા માતા-પિતાને કહ્યું કે જો તેઓ અમારા ઘરે આવે તો પોલીસને કંઈ ન કહે અને અમને ધમકી આપી કે અમારા પર કેસ દાખલ કરવામાં આવશે. જોકે, 29 એપ્રિલના દિવસે તે પાછો આવ્યો હતો અને તેની માતાને બળજબરીથી બાઇક પર બેસાડીને લઇ ગયો હતો. તેણે એમ પણ જણાવ્યું હતું કે તેની માતા હોલેનરસીપુરમાં એચડી રેવન્નાના ઘરે અને તેમના ખેતરમાં છ વર્ષ સુધી મદદગાર તરીકે કામ કરતી હતી. જોકે, તેણે ત્રણ વર્ષ પહેલા નોકરી છોડી દીધી હતી અને ગામમાં પરત ફરીને દહાડિયા મજૂરીનું કામ કરતી હતી.
પુત્રએ દાવો કર્યો હતો કે 1 મેના રોજ પરિચિતો સાથે વાતચીતમાં તેને એક વીડિયો મળ્યો હતો, જેમાં તેની માતાની કાકલૂદીઓ છતાં પ્રજ્વલ રેવન્નાએ તેની પર બળાત્કાર કર્યો હતો અને હજી સુધીતેની માતા ઘરે પાછઈ નથી આવી.તેનું અપહરણ કરવામાં આવ્યું છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન અને JD(S) પ્રમુખ એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ સામેના આરોપોની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. પ્રજ્વલના મહિલાઓની જાતિય સતામણી કરતા અનેક વીડિયો કર્ણાટકમાં વાયરલ થઇ રહ્યા છે.