નેશનલ

AAPએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી, ઉમેદવારોની પહેલી યાદી જાહેર

દિલ્હી: આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) એ આત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. આજે દિલ્હી AAPએ 11 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીને (Delhi Assembly Election) હજુ ત્રણ મહિના બાકી છે. ચૂંટણી પંચે હજુ સુધી ચૂંટણી કાર્યક્રમની પણ જાહેરાત કરી નથી.

Also Read – હવે ચંદીગઢ પર કોનું નિયંત્રણ? હરિયાણા-પંજાબ સરકાર વચ્ચે ઉપડ્યો નવો વિવાદ…

આ 11 ઉમેદવારોની યાદીમાં છ નેતાઓ એવા છે, જેઓ અન્ય પાર્ટીઓમાંથી AAPમાં સામેલ થયા હતા. જેમાં ભાજપ તરફથી વિધાનસભ્ય રહી ચૂકેલા બે નેતાઓનો પણ સમાવેશ થાય છે.

કોને ક્યાંથી ટિકિટ મળી:

  1. બ્રહ્મા સિંહ તંવર છતરપુરથી ચૂંટણી લડશે:
    ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતાં અને ત્રણ વખત વિધાનસભ્ય રહી ચૂકેલા બ્રહ્મ સિંહ તંવર તાજેતરમાં 31 ઓક્ટોબરના રોજ AAPમાં જોડાયા હતા. તંવર દિવાળીના દિવસે જ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા હતા.
  2. અનિલ ઝા કિરારીથી AAPના ઉમેદવાર હશે:
    17 નવેમ્બરના રોજ ભાજપના દિગ્ગજ નેતા અને કિરારીના બે વખત વિધાનસભ્ય રહી ચૂકેલા અનિલ ઝા AAPમાં જોડાયા હતાં. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે અનિલ ઝાને પૂર્વાંચલના સૌથી મોટા નેતા ગણાવતા તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
  3. દીપક સિંઘલા વિશ્વાસ નગરથી ચૂંટણી લડશે.
  4. સરિતા સિંહ રોહતાસ નગરથી AAP ઉમેદવાર હશે.
  5. બીબી ત્યાગી લક્ષ્મી નગરથી AAPના ઉમેદવાર હશે:
    દિલ્હીમાં 4 નવેમ્બરે ભાજપને મોટો ફટકો પડ્યો, ભાજપના પૂર્વ નેતા અને બે વખતના કાઉન્સિલર બીબી ત્યાગી આમ આદમી પાર્ટીમાં જોડાયા. ત્યાગી મનીષ સિસોદિયાની હાજરીમાં AAPમાં જોડાયા હતા.
  6. રામ સિંહ બાદરપુરથી AAPના ઉમેદવાર હશે.
  7. ઝુબેર ચૌધરી સીલમપુરથી AAPના ઉમેદવાર હશે:
    કોંગ્રેસમાંથી AAPમાં આવેલા નેતાઓને પણ ટિકિટ મળી છે. 5 વખતના કોંગ્રેસના વિધાનસભ્ય મતિન અહેમદના પુત્ર ચૌધરી ઝુબેર અહેમદ 29 ઓક્ટોબરે તેમની પત્ની અને કોંગ્રેસ કાઉન્સિલર શગુફ્તા ચૌધરી સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
  8. વીર સિંહ ધીંગાન સીમાપુરીથી ચૂંટણી લડશે.
  9. ગૌરવ શર્મા ઘોંડાથી ચૂંટણી લડશે.
  10. મનોજ ત્યાગી કરવલ નગરથી AAPના ઉમેદવાર હશે.
  11. સુમેશ શૌકીન મટિયાલાથી AAPના ઉમેદવાર હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button