‘કેજરીવાલ લાલચુ છે…..’ ભાજપ નેતાઓએ કેજરીવાલના રાજીનામાની માંગ કરી
દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી(AAP)ના વડા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) હાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની કસ્ટડીમાં છે, અરવિંદ કેજરીવાલે કસ્ટડીમાં રહેતા રાજ્યના આરોગ્ય વિભાગને નિર્દેશો આપ્યા છે. દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કેજરીવાલ જીને દિલ્હીના લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા છે. ત્યારે બીજી તરફ ભાજપ કેજરીવાલના રાજીનામાની માંગ કરી છે. ભાજપે તેઓ કે લાલચુ છે, માટે પદ છોડવા માંગતા નથી.
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. હર્ષવર્ધને કહ્યું કે કેજરીવાલે નૈતિક ધોરણે મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ, ધરપકડ છતાં કેજરીવાલનું દિલ્હીના મુખ્ય પ્રધાન રહેવાની જીદ તેમની સત્તા માટેની લાલચ દર્શાવે છે.
તેમણે કહ્યું કે “દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ જેલમાં છે. તેથી, તેમણે નૈતિક રીતે રાજીનામું આપવું જોઈએ અને કોઈ અન્ય કોઈને જવાબદારી સોંપવી જોઈએ. અરવિંદ કેજરીવાલ હજુ પણ તેમના પદ પર છે તે દર્શાવે છે કે તેઓ લાલચુ છે અને તેમની અસુરક્ષાને કારણે તેમની ખુરશી છોડવા માંગતા નથી.”
ભજપના નેતા મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું કે મુખ્ય પ્રધાન જેલમાંથી કોઈ નિર્દેશ આપી શકે નહીં. આ એક નાટક છે. મેં આ અંગે એલજીને ફરિયાદ કરી છે, તેમની સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે.
ભાજપ નેતા હરીશ ખુરાનાએ કેજરીવાલ પર વિકટીમ કાર્ડ રમવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે “કેજરીવાલ ભ્રષ્ટાચારના કારણે જેલમાં છે જેના માટે ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને છેલ્લા 14 મહિનાથી જામીન મળ્યા નથી. કેજરીવાલ દારૂના કૌભાંડના માસ્ટર માઈન્ડ છે. અરવિંદ કેજરીવાલ કહેતા હતા કે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા લોકોએ રાજીનામું આપવું જોઈએ, પરંતુ હવે તેઓ રાજીનામું આપી રહ્યા નથી અને જેલના સળિયા પાછળથી આદેશ આપી રહ્યા છે.”