નેશનલ

આબકારી નીતિ કૌભાંડ મામલે AAP સાંસદ સંજય સિંહને સુપ્રીમ તરફથી કોઇ રાહત નહિ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરી દેતા સાંસદની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે આ અંગે 5 ફેબ્રુઆરીના રોજ વિસ્તૃત સુનાવણી થશે.

પ્રવર્તન નિદેશાલય (ED)એ દિલ્હીમાં આબકારી નીતિમાં ગેરકાયદે નાણાકીય હેરફેર કરવાના આરોપસર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી. ઇડીએ આરોપ મુક્યો છે કે આપ નેતા સંજય સિંહને કારણે આબકારી નીતિમાં કેટલાક દારૂ ઉત્પાદકો, જથ્થાબંધ અને છૂટક વેપારીઓને ફાયદો થયો હતો. જો કે સંજય સિંહે તમામ આરોપો ફગાવી દીધા હતા.

ઇડીએ કહ્યું હતું કે ઉદ્યોગપતિ દિનેશ અરોરાએ રાજ્યસભા સભ્યના નિવાસસ્થાને 2 હપતામાં 2 કરોડ રૂપિયાની રોકડ પહોંચાડી હતી. ઓગસ્ટ 2021થી એપ્રિલ 2022 દરમિયાન આ રોકડ પહોંચાડવામાં આવી. જો કે આ દાવાઓનું સંજય સિંહે ખંડન કર્યું હતું અને સમગ્ર ઘટનાને તેમના વિરુદ્ધનું એક ‘રાજકીય કાવતરું’ ગણાવ્યું હતું.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker