રાઘવ ચઢ્ઢાએ આવું કેમ કહ્યું કે મારા લગ્નના સમયે જ મને હેરાન કરવામાં આવ્યો…

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ દિલ્હી હાઈકોર્ટમાં પોતાનો બંગલો બચાવવા માટે સુરક્ષાનો હવાલો આપ્યો હતો. રાઘવ ચઢ્ઢાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે 8 સપ્ટેમ્બર 2022ના રોજ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાઘવ ચઢ્ઢાને પંજાબમાંથી મળી રહેલી ધમકીઓને કારણે ઝેડ પ્લસ સુરક્ષા આપી અને તેમને ટાઇપ 7 બંગલો ફાળવવાની મંજૂરી આપી હતી કારણ કે સુરક્ષા સમીક્ષા સમિતિએ રાઘવ ચઢ્ઢાની સુરક્ષા માટે ટાઇપ 6 બંગલાને અનુચિત જાહેર કર્યો હતો. ચઢ્ઢાના વકીલ સિંઘવીએ પણ દલીલ કરી હતી કે તેમના ઘરે દરરોજ સેંકડો લોકો આવે છે.
તેથી ટાઇપ 7 બંગલો જ સુરક્ષા અને જાહેર સુવિધા બંનેની દ્રષ્ટિએ યોગ્ય છે. રાઘવ ચઢ્ઢાની ખાસ દલીલ એવી હતી કે મને મારા લગ્ન વખતે જ જાણી જોઇને હેરાન કરવામાં આવ્યો છે. રાઘવે હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે હાલમાં મને અને મારે ફેમિલીને સુરક્ષાની જરૂર છે ત્યારે અત્યારે ઘર આપી દેવું એકદમ અયોગ્ય છે. તેમજ રાજ્યસભાના 245 સાંસદોમાંથી 115ને તેમના દરજ્જા અને અધિકૃત સ્તર કરતાં ઉચ્ચ ધોરણના આવાસ મળ્યા છે. તેમણે કહ્યું હતું કે મને શંકા છે કે મારા લગ્ન સમયે મને જાણી જોઇને હેરાન કરવામાં આવ્યો છે.
ચઢ્ઢાએ કોર્ટમાં એવી પણ દલીલ કરી હતી કે ઉપરાષ્ટ્રપતિએ બંગલો ફાળવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ રાજ્યસભા હાઉસિંગ કમિટીએ આ વર્ષે 3 માર્ચ એટલે કે 03/03/23ના રોજ ટાઈપ 7 બંગલો ખાલી કરવાની નોટિસ મોકલી હતી, જ્યારે હું લગભગ એક વર્ષથી અહીં રહી રહ્યો છું. તેમને આ બંગલો હાઉસિંગ કમિટીએ નહીં પરંતુ રાજ્યસભાના અધ્યક્ષે ફાળવ્યો હતો. તો તેમના આદેશમાં શું ખામી હતી? તેમજ બંગલો ખાલી કરવાની નોટિસ આપતા પહેલા નિયમોનું પાલન કરવામાં આવ્યું નતી.
વિધાનસભા સીપીસી હેઠળની સરકાર નથી. તેથી સિવિલ સુટ હેઠળ સરકાર સામે દાવો ન કરવાની જોગવાઈ પણ અહીં લાગુ પડતી નથી. કપિલ સિબ્બલે કહ્યું હતું કે તેઓ છેલ્લા 17 વર્ષથી સાંસદ છે, પરંતુ આને સરકાર ગણી શકાય નહીં. જસ્ટિસ અનુપ જયરામ ભંબાણીએ પૂછ્યું કે આ કેસમાં અન્ય પ્રતિવાદી કોણ છે? સિબ્બલે જવાબ આપ્યો હતો કે તે માત્ર રાજ્યસભા સચિવાલય છે.
જ્યારે કોર્ટે પૂછ્યું હતું કે, શું તમે દલીલ કરો છો કે રાજ્યસભા સચિવાલય અને મહાસચિવ બંને કાયદાની નજરમાં સરકાર નથી? સિંઘવીએ કહ્યું હતું કે અમારી ચિંતા અને દલીલ સુરક્ષાને લઈને છે. ઝેડ પ્લસ સુરક્ષા ટુકડીના કર્મચારીઓ ફ્લેટમાં આરામદાયક રીતે રહી શકતા નથી.
નોંધનીય છે કે સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો અને સ્ટેટ ઇન્ટેલિજન્સ અને સિક્યુરિટી વિભાગના ટોચના અધિકારીઓની બેઠકમાં આ સુરક્ષા સંબંધિત સમસ્યાઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. અને તેના આધારે રાજ્યસભાના અધ્યક્ષને વિનંતી કરવામાં આવી હતી કે મોટો બંગલો ફાળવવામાં આવે.
સામે અધિકારીઓની દલીલ એવી છે કે હું વરિષ્ઠ સાંસદ નથી અને તેથી ટાઈપ સેવનમાં રહેવા માટે લાયક નથી. પ્રથમ વખત સાંસદોને ટાઇપ સિક્સ આવાસ મળે છે. મારા કિસ્સામાં અધ્યક્ષે તેમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો હતો. મને પંજાબમાં સુરક્ષા આપવામાં આવી છે, તેથી તેનો અર્થ એ નથી કે દિલ્હીમાં સુરક્ષા સાથે ચેડા કરવામાં આવે.