કેજરીવાલના ઘરે AAP ની મહત્વની બેઠકમાં આ બે નેતાને સોંપી ગુજરાતની જવાબદારી…

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ને એક મોટી પછાડ મળી હતી. સત્તામાં હોવા છતાં પાર્ટીને મળેલી કારમી હાર બાદ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) બહુ ઓછા જાહેર મંચો પર જોવા મળ્યા છે. અરવિંદ કેજરીવાલે આજે રાજકીય બાબતોની સમિતિ (પીએસી) ની બેઠક બોલાવી હતી જેમાં ગુજરાત, પંજાબ, ગોવા અને જમ્મુ કશ્મીર રાજ્યમાં આપ સંગઠનમાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
આ પણ વાંચો : કેજરીવાલના ઘરે AAPની મહત્વની બેઠક, ગુજરાત અંગે લેવામાં આવી શકે છે મોટો નિર્ણય…

કેજરીવાલે બોલાવી PACની બેઠક
પ્રાપ્ત વિગતો અનુસાર દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે રાજકીય બાબતોની સમિતિ (PAC)ની બેઠક બોલાવી હતી. આમ આદમી પાર્ટીની આ બેઠકમાં સંગઠનના વિસ્તરણ અને પરિવર્તન અને ભવિષ્યની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને બોલાવવામાં આવી હતી.
ગોપાલ રાય અને દુર્ગેશ પાઠકને મહત્વની જવાબદારી
આ બેઠકમાં આમ આદમી પાર્ટીએ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ગોપાલ રાય અને દુર્ગેશ પાઠકને મહત્વની જવાબદારી સોંપી છે. ગોપાલ રાયને ગુજરાત આપનાં પ્રભારી અને દુર્ગેશ પાઠકને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત દિલ્હીનાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને પંજાબનાં પ્રભારી અને સત્યેન્દ્ર જૈનને સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત ગોઆનાં પ્રભારી તરીકે પંકજ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો : Farmers Protest : પોલીસે શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ…
પંજાબમાં ઘણું કામ થયું છે
પંજાબના પ્રભારી તરીકેની નિમણૂક અંગે AAP નેતા મનીષ સિસોદિયાએ કહ્યું, “… અરવિંદ કેજરીવાલને AAP વતી પંજાબના પ્રભારી તરીકે કામ કરવાનો આદેશ આપ્યો છે. હું છેલ્લા કેટલાક દિવસોના અનુભવ પરથી કહી શકું છું કે જે રીતે પંજાબના લોકોએ 3 વર્ષ પહેલાં અરવિંદ કેજરીવાલને તક આપી હતી, ત્યારથી પંજાબમાં ઘણું કામ થયું છે… પંજાબના ઇતિહાસમાં આટલું કામ પહેલાં ક્યારેય થયું નથી. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનએ ઘણું સારું કામ કર્યું છે… પંજાબમાં AAPના પ્રભારી તરીકે, મારો પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે પંજાબના લોકો બદલાતા પંજાબને જોઈ શકે…”