નેશનલ

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આપ-કોંગ્રેસમાં શરૂ થઈ જોડ-તોડની રાજનીતિ, જાણો શું છે કારણ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બે મહિના જેટલો સમય જ બાકી રહ્યો છે. પરંતુ આ પહેલા ઈન્ડિ ગઠબંધનમાં અનોખી લડાઈ શરૂ થઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજાના નેતાઓને તેમની પાર્ટીમાં સામેલ કરવાની હોડ લગાવી રહ્યા છે. બંને પાર્ટી ભાજપ સામે મક્કમતાથી લડવા કોશિશ કરી રહી છે પરંતુ હાલ આપ અને કોંગ્રેસમાં જે થઈ રહ્યું છે તેનાથી બંને પાર્ટીના ટોચના નેતાઓનું ટેન્શન વધી ગયું છે.

આ પણ વાંચો: ક્યાં છે મોંઘવારી! માત્ર 42 દિવસમાં જ થયું 42 લાખથી વધુ વાહનોનું વેચાણ

શુક્રવારે આમ આદમી પાર્ટીની ઓફિસમાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીર સિંહ ધીંગાનને તેમની પાર્ટીમાં સામેલ કર્યા હતા. વીર સિંહ ધીંગાન સીમાપુરીથી ધારાસભ્ય રહી ચુક્યા છે. સીમાપુરી સુરક્ષિત સીટ છે, દલિત નેતા કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં આવતાં પાર્ટીનો ફાયદો થશે તેવો આપે દાવો કર્યો હતો. સીમાપુરી વિસ્તારમાં અરવિંદ કેજરીવાલે સંઘર્ષની શરૂઆત કરી હતી. તે સમયે શીલા દીક્ષિત મુખ્યમંત્રી હતા અને કેજરીવાલે રાશનમાં ગોટાળાનો મુદ્દે ઉઠાવ્યો હતો.

https://twitter.com/AamAadmiParty/status/1857322643864813779

આદ આદમી પાર્ટીએ કોંગ્રેસના નેતાને તોડ્યા બાદ થોડા જ કલાકમાં કોંગ્રેસે પણ આમ આદમી પાર્ટીના એક પૂર્વ ધારાસભ્યને તેમની પાર્ટીમાં સામેલ કરીને હિસાબ બરાબર કર્યો હતો. હાજી ઈશરાક આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી 2015માં ઉત્તર પૂર્વ દિલ્હીથી સીલમપુરથી ચૂંટણી જીત્યા હતા.

આ પણ વાંચો: પ્રદૂષણે પાટનગરની ચિંતા વધારીઃ દિલ્હીમાં તમામ સરકારી કચેરીઓના સમયમાં કરાયો ફેરફાર

દિલ્હીમાં કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં વાપસી કરવા ઈચ્છે છે. વર્ષ 2015 અને 2020માં વિધાનસભા ચૂંટણમાં ખાતું પણ ખૂલ્યું નહોતું. કોંગ્રેસની લગભગ અડધો ડઝન મુસ્લિમ અને એક ડઝન દલિત સીટ રિઝર્વ છે. અરવિંદ કેજરીવાલ પણ જાણે છે કે જો આ સીટો કોંગ્રેસ જીતી ગઈ તો આશરે 20 જેટલી સીટ સીધી જતી રહેશે અને ભાજપને ફાયદો થશે. ભાજપ આપ અને કોંગ્રેસના નેતાઓને તોડીને મજબૂત થાય તેના કરતાં પહેલાથી બંને પક્ષો એકબીજાના મજબૂત નેતાઓને પાર્ટીમાં સામેલ કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button