તો શું AAP પર દારૂ કૌભાંડમાં કેસ નોંધાશે?
દિલ્હીમાં એક્સાઇઝ પોલિસી અને લિકર કૌભાંડના સંબંધમાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા, સાંસદ સંજય સિંહની ધરપકડ કર્યા પછી, હવે એવું લાગે છે કે EDએ પોતાનો મોરચો આમ આદમી પાર્ટી તરફ વાળ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તાજેતરમાં કોર્ટને જણાવ્યું હતું તે મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીને આરોપી તરીકે ઉમેરવાનું વિચારી રહી છે. અત્યાર સુધી ED દ્વારા કોઈ વ્યક્તિ અથવા કંપની વિરુદ્ધ કેસ નોંધવામાં આવતો હતો. જો કે, આ પહેલીવાર છે જ્યારે કોઈ રાજકીય પક્ષ કોઈ કેસમાં ચર્ચાઈ રહ્યો છે.
PMLAની કલમ 70 એટલે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ મુજબ, કંપની વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કરી શકાય છે. જોકે, રાજકીય પક્ષ એ કંપની નથી પણ PMLA કાયદામાં એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે, જે મુજબ રાજકીય પક્ષને મની લોન્ડરિંગના દાયરામાં લાવવામાં આવી શકે છે.
તમને વિચાર થતો હશો કે ઇડીએ તો મનીષ સિસોદિયા પર આરોપ લગાવ્યા છે તો સિસોદિયા પર લાગેલા આરોપોમાં ‘AAP’કેવી રીતે જોડાય? તો ભાઇ એનો જવાબ એ છે કે એક્સાઇઝ કૌભાંડની આવક AAPને ગઈ છે.
PMLA એક્ટની કલમ અનુસાર ‘કંપની’ સામે કાર્યવાહી થઈ શકે છે.’ આનો અર્થ એ છે કે, જ્યારે સિસોદિયા અને અન્યોને આવતીકાલે કેસમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવશે, ત્યારે AAP પર અલગથી કેસ ચલાવવામાં આવી શકે છે. ED દ્વારા દાખલ કરાયેલા કેસ અનુસાર એક્સાઇઝ પોલિસી કૌભાંડમાંથી મળેલી રકમ સિસોદિયાના બદલે રાજકીય પક્ષને ગઈ હતી. ઇડીએ 4 ઓક્ટોબરે કોર્ટમાં આ બાબત રજૂ કરી હતી.
તો પછી “રાજકીય પક્ષ પર આરોપ કેમ ન મુકાયો?” એવો પ્રશ્ન તે સમયે ખંડપીઠે ઉઠાવ્યો હતો. જસ્ટિસ ખન્નાએ 4 ઑક્ટોબરે કહ્યું હતું કે, “જ્યારે PMLA એક્ટની વાત આવે છે, ત્યારે દારૂ કૌભાંડમાં તમામ રોકડ રાજકીય પાર્ટી પાસે છે. રાજકીય પક્ષને હજુ આરોપીના પિંજરામાં ઉભો કરવામાં આવ્યો નથી. તમે આનો જવાબ કેવી રીતે આપશો? તેઓ દારૂ કૌભાંડમાં લાભાર્થી નથી, રાજકીય પક્ષ લાભાર્થી છે. તમારે રાજકીય પક્ષ પર કેસ દાખલ કરવો જોઇએ.
કોર્ટના આ સૂચનને ગંભીરતાથી લઇ દારૂ કૌભાંડમાં ઇડી હવે AAP સામે કેસ દાખલ કરશે.