નેશનલ

દિલ્હી લીકર કેસમાં ‘આપ’ પણ આરોપી: ઈડીએ કહ્યું, આગામી ચાર્જશીટમાં નામ હશે

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હી હાઇ કોર્ટેમાં જણાવ્યું હતું કે એક્સાઈઝ પોલિસી કેસમાં દાખલ થનારી આવતી ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવાશે. EDએ દિલ્હી હાઇ કોર્ટેને એમ પણ જણાવ્યું કે આરોપી, કેસની સુનાવણીમાં મોડું કરવાના પ્રયત્નમાં છે.

EDના વકીલે આ દલીલ એવા સમયે આપી જ્યારે હાઈકોર્ટે એક્સાઈઝ પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના જામીન અરજી પર સુનાવણી થઈ રહી હતી. જોકે, EDએ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું કે, શરાબ નીતિ કેસમાં સુનાવણીમાં મોડું કરાવવા માટે આરોપીઓ તરફથી ભારે અને મજબૂત પ્રયત્નો થઈ રહ્યા છે.

શું છે આબકારી નીતિ?

વર્ષ 2021માં દિલ્હી સરકારે નવી આબકારી નીતિ રજૂ કરી હતી. વર્ષ 2022 આવતા-આવતા આબકારી નીતિ સામે સવાલો ઉઠવા લાગ્યા. LG વી કે સક્સેનાએ નીતિ બનાવવા અને લાગુ કરવામાં થયેલી કહેવાતી અનિયમિતાઓને સીબીઆઇ તપાસ કરવા ભલામણ કરી.ત્યાર બાદ, સીબીઆઈ અને EDએ કહેવાતી અનિયમિતતાઓના સંબંધમાં કેસ દાખલ કર્યા,ત્યાર પછી દિલ્લી સરકારે આબકારી નીતિને જ રદ્દ કરી દીધી.

અરવિંદ કેજરીવાલની ધરપકડ

દિલ્હી આબકારી નીતિના કહેવાતા શરાબ ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને માર્ચ 2024માં ધરપકડ કરી. અરવિંદ કેજરીવાલે પોતાની ધરપકડને દિલ્હી હાઇ કોર્ટમાં પડકારી હતી. તેમની આ અરજીને ફગાવી દેવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે દસમી મેએ તેઓને વચગાળાના જામીન આપી દીધા હતા. અરવિંદ કેજરિવાલે 2 જૂને આત્મ-સમર્પણ કરવાનું રહેશે.

જણાવી દઈએ કે દિલ્હીની આબકારી નીતિના કહેવાતા શરાબ ગોટાળા સાથે સંકળાયેલા મની લોંડરિંગ કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, આપના સાંસદ સંજય સિંહ અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં સંજયસિંહ અને અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા છે, જ્યારે મનીષ સિસોદિયા હજુ જેલમાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ