Lok Sabha Election 2024: 13મી ફેબ્રુઆરીએ AAPની PAC બેઠક, આ રાજ્યો બેઠકો પર ઉમેદવારો નક્કી થશે
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા જ INDIA ગઠબંધનમાં મતભેદો ખુલીની સામે આવી રહ્યા છે. હજુ ગઈ કાલે જ આમ આદમી પાર્ટી(AAP)એ આસામની ૩ લોકસભા બેઠક માટે સ્વતંત્રપણે ઉમેદવરો જાહેર કરી દીધા હતા. આમ આદમી પાર્ટીએ 13 ફેબ્રુઆરીએ પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની બેઠક બોલાવી છે. જેમાં ગોવા, હરિયાણા અને ગુજરાતની લોકસભા બેઠકોના ઉમેદવારો નક્કી કરવામાં આવશે.
સુત્રો જણાવ્યું હતું કે AAP ગુજરાત, હરિયાણા અને ગોવા માટે લોકસભાના ઉમેદવારોના નામ નક્કી કરવા માટે 13 ફેબ્રુઆરીએ સમિતિની બેઠક યોજશે. અગાઉ, INDIA ગઠબંધનમાં બેઠકોની વહેંચણીમાં વિલંબ અંગે નારાજગી દર્શાવતા, આમ આદમી પાર્ટીએ ગુરુવારે આસામની ત્રણ લોકસભા બેઠકો માટે પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરી હતી. પાર્ટીએ આશા વ્યક્ત કરી હતી કે ભારત બ્લોક તેમને આ મતવિસ્તારોમાંથી ચૂંટણી લડવાની મંજૂરી આપશે.
AAP નેતાઓએ કહ્યું હતું કે પાર્ટી દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાત અને ગોવામાં સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ સાથે વાતચીત કરી રહી છે.
એક પત્રકાર પરિષદને સંબોધતા AAP રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી. દિબ્રુગઢથી મનોજ ધનોહર, ગુવાહાટીથી ભાવેન ચૌધરી અને સોનિતપુરથી ઋષિ રાજ AAPના ઉમેદવાર હશે.
તેમણે કહ્યું, અમે પરિપક્વ અને સમજદાર ગઠબંધનના ભાગીદાર છીએ અને અમને વિશ્વાસ છે કે INDIA બ્લોક તેનો સ્વીકાર કરશે. પરંતુ ચૂંટણી જીતવી સૌથી મહત્વપૂર્ણ છે. અમે આ ત્રણેય બેઠકો માટે તાત્કાલિક તૈયારીઓ શરૂ કરી રહ્યા છીએ.