નેશનલ

‘આધાર’ વિશ્વનું સૌથી વિશ્વસનીય ડિજિટલ આઇડી

મુડીઝ'ના આક્ષેપો પર સરકારનો પલટવાર

વિશ્વની જાણીતી રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ભારતની આધાર સિસ્ટમની સુરક્ષા અને ગોપનીયતાની નબળાઈઓ પર ચિંતા વ્યક્ત કરી છે. આધાર ભારતમાં કેન્દ્રીય ઓળખ પ્રણાલી છે. વૈશ્વિક રેટિંગ કંપની મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે આધારને ભારતના હવામાન સાથે લિંક કરીને તેની સુરક્ષા અને વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. મૂડીઝે તેના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભારતનું હવામાન ઘણું ભેજવાળું છે.

આધાર સિસ્ટમમાં ખામીને કારણે દેશના તે વિસ્તારોમાં જ્યાં હવામાન વાતાવરણ ગરમ અને ભેજવાળું હોય છે ત્યાં બાયોમેટ્રિક સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી નથી. ઘણી વખત આધાર સિસ્ટમ હેઠળ સેવાઓનો સંપૂર્ણ લાભ મળતો નથી. ઘણી વખત સેવાઓનો ઇનકાર કરવામાં આવે છે.

હવે કેન્દ્ર સરકારના આઈટી મંત્રાલયે સોમવારે આ અહેવાલ પર વળતો પ્રહાર કર્યો હતો. અને કહ્યું હતું કે આ પાયાવિહોણો અને બનાવટી અહેવાલ છે. મંત્રાલયે આધારને વિશ્વની સૌથી સુરક્ષિત અને વિશ્વસનીય ડિજિટલ ID તરીકે ગણાવ્યું હતું. એક નિવેદન જારી કરીને, મંત્રાલયે જણાવ્યું હતું કે રેટિંગ એજન્સી મૂડીઝે વિશ્વના સૌથી વિશ્વસનીય ડિજિટલ આઈડી, આધાર વિરુદ્ધ કોઈ પુરાવા વિના મોટા દાવા કર્યા છે.


છેલ્લા દાયકામાં એક અબજથી વધુ ભારતીયોએ આધાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સિવાય ભારતીયોએ 100 અબજથી વધુ વખત આધારની મદદથી પોતાનું વેરિફિકેશન કર્યું છે. મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે રિપોર્ટમાં કોઈ ડેટા કે સંશોધનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. રેટિંગ એજન્સીએ ઉઠાવેલા મુદ્દાઓ અંગેની હકીકતો જાણવા માટે પણ કોઈ પ્રયાસ કર્યો નથી. એજન્સી દ્વારા આપવામાં આવેલા કુલ આધાર નંબરની સંખ્યા પણ ખોટી છે.

મૂડીઝે તેના અહેવાલમાં ભારતના ગરમ અને ભેજવાળા વાતાવરણ માટે આધાર બાયોમેટ્રિક્સ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આના પર સરકારે કહ્યું હતું કે આધારની ચકાસણી ફેસ ઓથેન્ટિકેશન અને આઈરિસ ઓથેન્ટિકેશન જેવા કોન્ટેક્ટલેસ માધ્યમથી પણ થાય છે. આ સિવાય ઘણા મામલાઓમાં OTP દ્વારા પણ આધાર વેરિફિકેશન થઈ રહ્યું છે.
મૂડીઝ દ્વારા આધાર સિસ્ટમમાં સુરક્ષા અને ગોપનીયતાની નબળાઈઓ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તેના પર સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ પ્રશ્નનો જવાબ સંસદમાં પણ ઘણી વખત આપવામાં આવ્યો છે.


આધાર દ્વારા આજ સુધી કોઈ ડેટાબેઝ ભંગ થયો હોય એવું બન્યું નથી. સૌથી મહત્વની વાત એ છે કે IMF અને વર્લ્ડ બેંક જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ભારતની આધાર કાર્ડ સિસ્ટમની પ્રશંસા કરી છે. ઘણા દેશો હજુ પણ એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભારતે આટલી હાઇ-ટેક ડિજિટલ આઇડેન્ટિટી સિસ્ટમ કેવી રીતે વિકસિત કરી છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…