નેશનલ

Char Dham Yatra 30મી એપ્રિલથી શરુ થશે, હેરાન થવું ના હોય તો જાણો રજિસ્ટ્રેશન પ્રક્રિયા?

નવી દિલ્હીઃ ચારધામ યાત્રા (Char Dhma Yatra 2025)ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે પરિવાર સાથે જવાનું વિચારતા હો તો તમારે મહત્ત્વની વાત નોંધી લેજો કે 30 એપ્રિલથી શરૂ થઈ રહેલી યાત્રા માટે રજિસ્ટ્રેશન 11 માર્ચથી શરૂ થશે. આ વખતે યાત્રાના રજિસ્ટ્રેશન વખતે આધાર કાર્ડની પણ લિંક કરવામાં આવશે, તેથી લિંક કરવાનું પણ ભૂલશો નહીં. આ અંગે ઈન્ફર્મેશન ટેક્નોલોજી (આઈટી) મંત્રાલય અંતર્ગત આવતા યુઆઈડીએઆઈને મંજૂરી માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. જોકે આ માટે ઓછામાં ઓછો એક મહિના જેટલો સમય લાગશે. જોકે યાત્રા દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા બનાવવામાં મદદગાર સાબિત થશે.

આ પણ વાંચો: ચારધામ યાત્રા પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ લેટેસ્ટ અપડેટ જાણી લેજો

ગત વર્ષે 46 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા

આ વર્ષે ચારધાન યાત્રા 30 એપ્રિલે ગંગોત્રી તથા યમુનોત્રી ધામના કપાટ ખૂલવાની સાથે જ થશે. યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 11 માર્ચથી શરૂ થશે. ગત વર્ષે ચારધામ યાત્રામાં 46 લાખથી વધારે શ્રદ્ધાળુઓ આવ્યા હતા. ગત વર્ષે રજિસ્ટ્રેશનમાં અનેક મુશ્કેલી આવી હતી. જેના લીધે ભક્તોનું શિડ્યૂલ પણ ખોરવાઈ ગયું હતું. એટલું જ નહીં રજિસ્ટ્રેશન વગર પહોંચેલા ભકતોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

ઓફલાઈન અને ઓનલાઈન રજિસ્ટ્રેશન ક્યારથી શરુ થશે

ગત વર્ષના અનુભવ પરથી આ વખતે ચારધામ યાત્રા માટે 60 ટકા ઓનલાઈન અને 40 ટકા ઓફલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઓફલાઈન રજિસ્ટ્રેશન 10 દિવસ પહેલા શરૂ થશે, જ્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન 11 માર્ચથી શરૂ થશે.

શ્રદ્ધાળુઓની યોગ્ય સંખ્યા જાણવાનો છે ઉદ્દેશ

અધિકારીના જણાવ્યા મુજબ, યાત્રાને વધુ વ્યવસ્થિત કરવાના ઉદ્દેશ સાથે રજિસ્ટ્રેશન સમયે આધાર કાર્ડ લિંક કરવાની દિશામાં પગલું ભરવામાં આવી રહ્યું છે. તેનાથી ચારધામમાં આવતાં શ્રદ્ધાળુઓનો યોગ્ય આંકડો જાણી શકાશે. ઉપરાંત કોઈપણ કટોકટીની સ્થિતિમાં સુરક્ષાની દ્રષ્ટિએ આ વ્યવસ્થા મદદગાર સાબિત થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button