નેશનલ

સાવ નજીવી રકમ માટે મહિલાને નિર્વસ્ત્ર કરીને મારી…

પટણા: મણિપુર અને રાજસ્થાન બાદ હવે પટણામાં એક સ્ત્રીને નિર્વસ્ત્ર કરીને માર મારવાની ઘટના સામે આવી છે. બિહારની રાજધાની પટણાના ખુસરુપુર બ્લોકની મોસીમપુર પંચાયતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. જેમાં એક દલિત મહિલાને ફક્ત 1500 રૂપિયાની લોનનું વ્યાજ ન ચૂકવવા બદલ નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો હતો. આટલાથી માથાભારે તત્વોનું મન ના ભરાતા તે સ્ત્રીના મોઢા પર પેશાબ કરીને પેશાબ પીવાની ફરજ પણ પાડવામાં આવી હતી. આ ઘટના ગઇ કાલે રાત્રે બની હતી.

આ અંગે પીડિત મહિલા આશા દેવીએ જણાવ્યું કે રાત્રે 10 વાગ્યાની આસપાસ હું મારા ઘરની બહારના નળમાંથી પાણી ભરતી હતી ત્યારે કોઇ એક વ્યક્તિએ આવીને કહ્યું કે તેના પતિને કેટલાક લોકો ઉપાડી ગયા છે એમ કહીને સાથે લઇ ગયો. પ્રમોદ સિંહ નામનો આ વ્યકિત મને તેના ઘરે લઈ ગયો જ્યાં મારા પતિને પહેલેથી પકડીને રાખ્યા હતા. ત્યાં લઇ જઇને મારે કપડા કાઢી નાખીને લાકડીઓથી મને માર માર્યો હતો. અને તેના કારણે મારું માથું પણ ફાટી ગયું હતું.

આ ઉપરાંત પ્રમોદ સિંહના પુત્રે મારા મોંઢા પર પેશાબ કર્યો અને અને પરાણે પીવડાવ્યો હતો. ત્યારે હું આ જ રીતે દોડતી મારા ઘર તરફ જતી હતી ત્યાં મારા ભાઇ ભાભી મળ્યા તે મને ઘરે લઇ ગયા. અને પરિવારજનો એ સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરી અને ત્યારબાદ પીડિતાને તેના પરિવારજનો પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

હાલમાં પીડિતાને ખુસરુપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી છે. તેની ઈજાનો રિપોર્ટ પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવ્યો છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ખુસરુપુર પોલીસ સ્ટેશને સરકારી હોસ્પિટલ પહોંચી પીડિતાનું નિવેદન લીધું હતું.

પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિએ માત્ર 1500 રૂપિયાની લોન લીધી હતી. જેનું વ્યાજ ચૂકવવામાં થોડું મોડું થતા તે વ્યક્તિ તેના વર્ચસ્વના જોરે લોન ઉપરાંત વ્યાજ માંગીને હેરાન કરતો હતો. આ ઘટના બાદ પિડીત મહિલા અને તેનો પરિવાર ઘણો ભયભીત છે અને તેમનું કહેવું છે કે આ ઘણા વગદાર લોકો છે પોલીસ એમને કંઇ નહી કરે, ત્યારે આ ઘટનામાં પોલીસ આગળ કેવીરીતે કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button