જ્વાળામુખી ફાટ્યો:

આઈસલૅન્ડ કોસ્ટ ગાર્ડ દ્વારા પૂરાં પાડવામાં આવેલા આ વીડિયોમાં સોમવારે મોડી રાત્રે આઈસલૅન્ડના રૅકજૅન્સ ટાપુ પર માગ્મા નજીક ગ્રીન્ડાવિક પર્વત પર હૅલિકોપ્ટર ઊડતું નજરે જોવા મળી રહ્યું છે. સોમવારે મોડી રાત્રે આઈસલૅન્ડના રૅકજૅન્સ ટાપુ પર જ્વાળામુખી ફાટ્યો હતો જેને કારણે આખું આકાશ નારંગી રંગનું થઈ ગયું હતું. જ્વાળામુખી ફાટવાને પગલે એઓએસ સિવિલ ડિફેન્સને હાઈ ઍલર્ટ પર રાખવામાં આવ્યું હતું. (એજન્સી)