નેશનલ

બિયરનું કન્સાઈનમેન્ટ લઈ જતી ટ્રક પલટી, લોકો તેને લૂંટવા લાગ્યા અને……

મધ્યપ્રદેશના ખરગોનમાં સ્ટેટ હાઈવે પર બિયરથી ભરેલી મીની ટ્રક પલટી ગયા બાદ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન ડ્રાઈવરે સળગતી ટ્રકમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. બિયરની બોટલો રસ્તા પર વેરવિખેર થતાં જ આસપાસના ગામના લોકોએ તેને લૂંટવાનું શરૂ કરી દીધું હતું. મોબાઈલ ફોનના પ્રકાશમાં ઘણા લોકો બિયરની બોટલો ઉપાડી ભાગતા જોવા મળ્યા હતા. બિયરની ચોરી કરવા માટે લોકોએ પોતાનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. લોકોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી ત્યાં સુધીમાં મીની ટ્રક બળીને રાખ થઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, આ ઘટના ખરગોન જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર ભીકનગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્દોર-ઇચ્છાપુર સ્ટેટ હાઇવે પર બની હતી. અહીં બિયર ભરેલી મીની ટ્રક પલટી મારી ગઈ હતી. દેશગાંવ અને રુણવા વચ્ચે ખેરડા ગામ પાસે સવારે 7.20 વાગ્યે આ અકસ્માત થયો હતો.

મિની ટ્રક રસ્તા પર પલટી જતા જ તેમાં આગ લાગી હતી. આ સાથે બિયરની બોટલો પણ રસ્તા પર વેરવિખેર પડી હતી. ડ્રાઈવરે તરત જ સમયસૂચકતા વાપરી ટ્રકનો દરવાજો ખોલ્યો અને જીવ બચાવવા ભાગ્યો હતો. આગના કારણે બિયરની બોટલો ફૂટવા લાગી હતી.

મિની ટ્રક ચાલકનું કહેવું છે કે તે સનાવડ ડેપોમાંથી બિયરનું કન્સાઈનમેન્ટ ખંડવા લઈ જઈ રહ્યો હતો. નવા બનેલા ફોર લેન રોડનું કામ પૂર્ણ થયા બાદ પીકઅપ ઝડપભેર ભાગી રહ્યું હતું. અચાનક શું થયું તે હું સમજી શક્યો નહીં અને મીની ટ્રકનું સંતુલન ખોરવાઈ ગયું અને ટ્રક પલટી ગઈ અને 100 મીટર સુધી રોડ પર ઘસડાઈ, પછી આગ લાગી. મીની ટ્રક સળગવા લાગી. ટ્રક સળગતી હતી ત્યારે આસપાસના લોકો બિયરની બોટલો લૂંટવા આવ્યા હતા. ઘણા લોકો મોબાઈલ ફોનના પ્રકાશમાં બિયરની બોટલ લઈને જતા જોવા મળ્યા હતા

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button