નેશનલ
દેશમાં જેએન-વનના કુલ 196 કેસ
નવી દિલ્હી : ઈન્ડિયન સાર્સ-કોવ-2-જેનોમિક્સ કોન્સોર્ટીયમના આકંડા પ્રમાણે દેશમાં અત્યાર સુધી કોવિડ-19ના સબ વેરિયન્ટ જેએન-વનના કુલ 196 કેસ મળી આવ્યા છે. હવે નવા સબ વેરિયન્ટનો કેસ ધરાવનાર નવ રાજ્યોની સાથે ઓડિશા પણ જોડાયું છે. જેએન-વને પગપેસારો કર્યો હોય એવા રાજ્યો કેરળ (83), ગોવા (34), ગુજરાત (34), કર્ણાટક (8), મહારાષ્ટ્ર (7), રાજસ્થાન (5), તમિળનાડુ (4), તેલંગણા (2), ઓડિશા (1) અને દિલ્હી (1) છે એમ કોન્સોર્ટિયમે જણાવ્યું હતું. એના ડેટા પ્રમાણે નવેમ્બરમાં જેએન-વનના 17 અને ડિસેમ્બરમાં જેએન-વનના 179 કેસનું નિદાન થયું હતું. તેણે આ સાથે કહ્યું છે કે તેનાથી જાહેર આરોગ્ય પરનું વૈશ્વિક જોખમ ઓછું છે. (એજન્સી)