નેશનલ
મુંબઈમાં પ્રોપર્ટીના રજિસ્ટ્રેશનમાં ઉછાળો
નવી દિલ્હી: મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રોપર્ટીના રજિસ્ટ્રેશનની સંખ્યામાં એક મહિનામાં ૩૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. એક રિયલ એસ્ટેટ ક્ધસલ્ટન્ટ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૧૫મી ઑક્ટોબર (નવરાત્રિ)થી ૧૫મી નવેમ્બર (ભાઈબીજ)ના સમયગાળામાં ૧૨,૬૦૨ પ્રોપર્ટીની નોંધણી થઈ હતી જે એક વર્ષની સરખામણીમાં ૩૦ ટકા વધારે હતી.
વર્ષ ૨૦૨૨ના સમાન સમયગાળામાં ૯,૬૫૯ પ્રોપર્ટીની નોંધણી કરવામાં આવી હતી.
વ્યાજદર સ્થિર રહેવાને કારણે અને મોટા વિશાળ ઘરમાં રહેવાની લોકોની ઈચ્છાને પગલે તહેવારોની મોસમમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં ભારે ઉછાળો નોંધાયો હતો તેવું કંપનીએ કહ્યું હતું. નવેમ્બર મહિનામાં પ્રથણ દસ દિવસમાં મુંબઈમાં ૪,૮૦૦થી વધુ ઘરની નોંધણી કરવામાં આવી હતી.