નેશનલ
મુંબઈ સમાચાર ની સૌજન્ય મુલાકાતે આજે યુએસ એમ્બેસીના પ્રવક્તા
ે
મુંબઈ નવી દિલ્હી સ્થિત યુએસ એમ્બેસીના પ્રવક્તા ક્રિસ્ટોફર એલ્મસ આજે એશિયાના સૌથી જૂના અખબાર ‘મુંબઈ સમાચાર’ની સૌજન્ય મુલાકાતે આવશે. આજની ‘મુંબઈ સમાચાર’ની મુલાકાત દરમિયાન તેઓ ‘મુંબઈ સમાચાર’ના ભવ્ય વારસા અંગે જાણકારી લેશે તેમ જ હેરિટેજ બિર્િંલ્ડગની મુલાકાત પણ લેશે. હાલમાં તેઓ દિલ્હી એમ્બેસીમાં પ્રવક્તા છે.
તેમણે અગાઉ યુએસ એમ્બેસી ઇસ્લામાબાદમાં ડેપ્યુટી ઇકોનોમિક કાઉન્સેલર, યુએસ એમ્બેસી નવી દિલ્હીમાં ઇકોનોમિક ગ્રોથ યુનિટ ચીફ, યુએસ એમ્બેસી કોલંબોમાં ઇન્ફર્મેશન ઓફિસર અને યુએસ કોન્સ્યુલેટ જનરલ ગુઆડાલજારા, મેક્સિકોમાં વાઇસ કોન્સલ તરીકે વિદેશમાં સેવા આપી હતી.