નેશનલ

PMLA હેઠળ EDની સત્તાઓને પડકારતી પુનર્વિચારની અરજી માટે SCમાં સ્પેશિયલ બેન્ચ રચાઇ

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ PMLA હેઠળ EDની સત્તાઓને પડકારતી પુનર્વિચારની અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ બેન્ચ ઉભી કરી છે જેમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બેલા ત્રિવેદીની બેન્ચ આ મામલે સુનાવણી હાથ ધરશે. 18 ઓક્ટોબરે આ કેસની સુનાવણી યોજાશે.

27 જુલાઇ 2022ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ PMLA હેઠળ પ્રવર્તન નિદેશાલય ED દ્વારા ધરપકડ, સંપત્તિઓ જપ્ત કરવી, તેમજ તપાસની સત્તા જળવાયેલી રહેશે તેવો સુપ્રીમે નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદંબરમના પુત્ર કાર્તિ ચિદંબરમ અને મહારાષ્ટ્ર સરકારના પૂર્વ પ્રધાન અનિલ દેશમુખની 242 અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી. જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને સીટી રવિકુમારની બેન્ચે અરજીઓ સાંભળી હતી.


અરજીઓમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઇઓને પડકારવામાં આવી હતી. આરોપીની આવકોની તપાસ, ધરપકડ, મિલકતો ટાંચમાં લેવી જેવી EDની સત્તાઓને પડકારી તે વ્યક્તિના મૌલિક અધિકારોનું હનન કરે છે તેમ કહેવામાં આવ્યું હતું. કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને મુકુલ રોહતગી સહિત અનેક વરિષ્ઠ વકીલોએ હાલમાં PMLA કાયદાના દુરૂપયોગના અલગ અલગ પાસાઓ પર સુપ્રીમ સામે દલીલો કરી હતી.


કડક જામીન શરતો, કયા આધારે ધરપકડ થઇ રહી છે તે ન જણાવવું, ECIR(FIR)ની કોપી આપ્યા વગર વ્યક્તિઓની ધરપકડ, મની લોન્ડરિંગની વ્યાપક પરિભાષા અને અપરાધીની આવક, તપાસ દરમિયાન આરોપીએ આપેલા નિવેદનોને ટ્રાયલમાં પુરાવા તરીકે માનવા જેવા અનેક પાસાઓને કારણે કાયદાનો દુરૂપયોગ કરવામાં આવ્યો તેવો આક્ષેપ થયો છે. બીજી બાજુ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આ જોગવાઇઓનો બચાવ કરતા જણાવ્યું હતું કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીના 18 હજાર રૂપિયા બેંકને પરત કરી દેવામાં આવ્યા છે. આ મામલે કાર્તિ ચિદમ્બરમે પુનર્વિચાર અરજી દાખલ કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ