નેશનલ

ચહેરા પર વાળવાળી ટૉપર છોકરીને હિંમત આપવા શેવિંગ કંપનીએ એડવર્ટાઈસમેન્ટ આપી અને…

લખનઉઃ છોકરીઓના ચહેરા પર વધુ પડતા વાળ-રૂવાંટી હોય તો તે સામાન્ય ગણાતું નથી અને છોકરીએ અપમાનજનક ટીકાઓ સહન કરવાનો વારો આવે છે. આવી એક છોકરીએ ઉત્તર પ્રદેશની બોર્ડની પરીક્ષામાં ટૉપ કર્યું ત્યારે તેની હિંમત વધારવા એક શેવિંગ કંપનીએ છાપામાં ફૂલપેજ એડવર્ટાઈઝમેન્ટ આપી હતી, જોકે હવે આ એડ નેટ યુઝર્સના નિશાના પર આવી છે.

ઉત્તર પ્રદેશના દસમા ધોરણના પરિણામો જાહેર થયા ત્યારે પ્રાંચી નિગમ નામની છોકરીએ ટૉપ કર્યુ અને તેનો ફોટો વાયરલ થયો. પાંચીને ચહેરા પર સામાન્ય કરતા વધારે રૂંવાટી હોવાથી તે ટ્રોલ થઈ. જોકે પ્રાંચીએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો અને કહ્યું કે લોકોએ તો ચાણક્યની પણ ટીકા કરી હતી, હું મારા ભણવા પર ધ્યાન આપવા માગું છું. આ પ્રકારની ટીખળ હું વર્ષોથી સહન કરતી આવી છું મને ફરક પડતો નથી.

હવે વાત એડની કરીએ તો બોમ્બે શેવિંગ કંપનીએ અખબારોમાં પ્રાંચીના ચહેરા સાથે મોટી એજ આપી. જેમાં લખ્યું હતું પ્રિય પ્રાંચી તે આજે તમારા Hairને ટ્રોલ કરે છે, કે આવતીકાલે તમારા AIR (All India Rank)ના વખાણ કરશે. જોકે તેમણે ત્યારબાદ એક લાઈન લખી જેનો વિવાદ થયો. જેમાં લખ્યું હતું કે અમને આશા છે કે તમે અમારા રેઝરનો ઉપયોગ કરવા માટે ક્યારેય પરેશાનીનો અનુભવ નહીં કરો.

લોકોએ તેમના આ કેમ્પેઈને હલકી કક્ષાનું બતાવ્યુ છે તો અમુકે તે પ્રાંચીને તેમની સામે કોર્ટમાં કેસ કરવાની પણ સલાહ આપી છે. એક યુઝરે લખ્યું છે કે શું પ્રાંચીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પૈસા આપવામા આવશે.

સવાલ અહીં એ પણ છે કે એક છોકરીએ આટલા સારા માર્કસ મેળવ્યા, આવડા મોટા યુપીમાં પહેલો ક્રમાંક મેળવ્યો ત્યારે માત્ર તેના ચહેરાને લઈને આટલો વિવાદ સર્જાયો. એક છોકરીની પ્રતિભા, બુદ્ધિમતા, સંઘર્ષ કે સિદ્ધિ કરતા તેનો ચહેરો આપણી માટે મહત્વનો હોય તો પ્રાંચીને નહીં, પણ માનસિકતા પર ઉગેલા વાળને સાફ કરવાના રેઝરની આપણને જરૂર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button