ઇન્ટરનેશનલનેશનલ

દાઉદ ઈબ્રાહિમની એક પ્રોપર્ટીની બે કરોડમાં થઈ હરાજી

ચાર પ્રોપર્ટીમાંથી બેનું ઓક્શન, બેના કોઈ લેવાલ ન મળ્યા

મુંબઈ: ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમની માલિકી હેઠળની ચાર પ્રોપર્ટીનું ઓક્શન શુક્રવારે પૂરું થયું હતું, જેમાં બે પ્લોટ માટે કોઈ બિડ નોંધાવી નહોતી. એના સિવાય પંદર હજાર રુપિયાની બેસ પ્રાઈઝવાળી પ્રોપર્ટીનું બે કરોડમાં ઓક્શન થયું હતું. દાઉદ ઈબ્રાહિમ પર ભારતની તપાસ એજન્સી દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારત સરકારે દાઉદની મિલકતોની હરાજી કરી હતી. મુંબઈથી 250 કિમી દૂર આવેલા રત્નાગિરિના મુંબકે વિસ્તારમાં આવેલી દાઉદ અને તેના પરિવારની ચાર પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી હતી.

આ બે કરોડની પ્રોપર્ટી અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રોપર્ટી ખરીદનાર વ્યક્તિએ સર્વે નંબર, રાશી, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અંકશાસ્ત્રનો અભ્યાસ કરીને આ પ્રોપર્ટી માટે આટલી મોટી રકમ ચૂકવી હતી. તેઓ આ પ્રોપર્ટી પર સનાતન સ્કૂલ બનાવવામાં આવશે. આ પ્રોપર્ટીનું ક્ષેત્રફળ માત્ર 170.98 વર્ગ મીટર હતું તેમ છતાં આ પ્રોપર્ટી હરાજીમાં સૌથી મોંઘા ભાવે વેચવામાં આવી હતી. આ પ્રોપર્ટી ખરીદનાર વ્યક્તિએ પહેલા પણ દાઉદની ત્રણ પ્રોપર્ટી ખરીદી હતી. આ પ્રોપર્ટીમાં દાઉદના નાનપણનું ઘર પણ સામેલ હતું.

દાઉદની આ પ્રોપર્ટી વિશે સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રોપર્ટીમાં દાઉદ અને તેના ભાઈ-બહેને બાળપણનો અમુક સમય અહીં વિતાવ્યો હતો. સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર એક્ટ (SAFEMA) હેઠળ દાઉદની ચાર પ્રોપર્ટીની પાંચ જાન્યુઆરી 2024ના રોજ નીલામી કરવામાં આવી હતી. આ બધી પ્રોપર્ટીની કિમત 19.22 લાખ હતી અને આ પ્રોપર્ટી દાઉદ ઇબ્રાહિમની હોવાથી તેની બીજી વખત હરાજી કરવામાં આવી હતી.

દાઉદની પ્રોપર્ટી હોવાથી લોકો તેને ખરીદવાથી ડરતા હતા, પણ હવે ફરી પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં બચેલી બે પ્રોપર્ટી માટે છેલ્લી વખત ટેન્ડર જાહેર કરી પ્રક્રિયા કરવામાં આવશે. દાઉદની આ પ્રોપર્ટી તેની માતા નામે હતી. દાઉદને મળેલી બીજી પ્રોપર્ટીમાં 1.56 કરોડની 1,730 સ્ક્વેર કિમી વાળી પ્રોપર્ટી 3.28 લાખ રૂપિયામાં વેચાઇ હતી.

SAFEMA હેઠળ સરકાર દ્વારા મુંબઈ અને મહારાષ્ટ્રમાં દાઉદની કુલ 11 પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી છે. પાંચ જાન્યુઆરીએ થનારી પ્રોપર્ટીની હરાજી મુંબઈના SAFEMA ઓફિસમાં કરવામાં આવી હતી. આ હરાજીમાં અનેક લોકો ઓનલાઇન પણ જોડાયા હતા અને હરાજીની કિંમત લખી તેને એક બોક્સમાં મૂકવામાં આવી હતી. પ્રોપર્ટીની હરાજી પાંચ જાન્યુઆરીના બપોરે બે વાગ્યાથી સાડાત્રણ વાગ્યા સુધી ચાલી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button