ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (આઇઆરડીએઆઇ-ઇરડા) વરિષ્ઠ નાગરિકો માટે સ્વાસ્થ્ય વીમા ખરીદવાની વયમર્યાદામાં ફેરફાર કરીને એક આવકારદાયક નિર્ણય લીધો છે. જેનાથી સ્વાસ્થ્ય વીમો ખરીદવા માટેની ૬૫ વર્ષની મર્યાદાને દૂર કરી પરિવારમાં રહેલા વડીલોની સ્વાસ્થ્ય વીમા પોલિસી લેવાનું શક્ય બનશે. જેનો મુખ્ય ઉદેશ્ય ભારતમાં સુલભ સ્વાસ્થ્ય ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપીને આકસ્મિક રીતે આવી પડતાં મેડિકલ ખર્ચ સામે રક્ષણ આપવાનો છે.
આઇઆરડીએઆઇએ તેમના જારી કરેલા નોટિફિકેશનમાં જણાવ્યુ હતું કે, સ્વાસ્થ્ય ક્ષેત્રે અત્યાધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના વિકાસના પરિણામે લોકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે તેમજ લોકોનાં સરેરાશ આયુષ્યમાં નોંધપાત્ર સુધારો થયો છે. આથી વીમા કંપનીઓએ પણ એ સુનિશ્ચિત કરવું પડશે કે બધી જ વયજુથ માટે વીમા પોલિસી રજૂ થાય.
પરિપત્રમાં IRDAIએ વીમા કંપનીઓને કોઈપણ પ્રકારની તબીબી સ્થિતિ ધરાવતી વ્યક્તિઓને સ્વાસ્થ્ય વીમા પૉલિસી ઑફર કરવાનો આદેશ પણ આપ્યો છે. જેમાં કેન્સર, હાર્ટ અને એઈડ્સ જેવી ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓને પણ પોલિસી આપવા માટે વીમા કંપનીઓ ઇનકાર કરી શકે નહીં. પરિપત્ર અનુસાર IRDAI એ હેલ્થ ઇન્સ્યોરન્સ વેટિંગ સમય પણ ઘટાડીને 48 મહિનાને બદલે 36 મહિના કરી દીધી છે. જેથી સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે નિર્ણય ઘણો મહત્વપૂર્ણ બની રહેશે.
Taboola Feed