નેશનલ

મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજના

નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય ચૂંટણી અગાઉ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું જેમાં મધ્યમ વર્ગને આકર્ષિત કરીને ભાડાનાં મકાનો અથવા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મકાન ખરીદવામાં મદદ કરવા માટે એક યોજનાની જાહેરાત કરી છે. તેમણે પીએમ આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આગામી પાંચ વર્ષમાં ગ્રામીણ ગરીબો માટે વધુ બે કરોડ મકાનો બનાવવાની પણ જાહેરાત કરી હતી.

ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કરતાં સીતારમણે કહ્યું હતું કે સરકાર એવો આર્થિક અભિગમ પણ અપનાવશે જે ટકાઉ વૃદ્ધિને સરળ બનાવે અને ઉત્પાદકતામાં સુધારો કરે.તેમણે પીએમ આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આગામી પાંચ વર્ષમાં ગ્રામીણ ગરીબો માટે વધુ બે કરોડ મકાનો બનાવવાની પણ જાહેરાત
કરી હતી. ચૂંટણી પહેલા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે વચગાળાનું બજેટ રજૂ કરતાં સીતારમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા ૧૦માં સમાવેશી વિકાસના ભાગરૂપે દરેકને આવાસ, પાણી, વીજળી, રાંધણગેસ અને બેન્ક એકાઉન્ટ આપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું હતું કે સરકાર ભાડાનાં મકાનો અથવા ઝૂંપડપટ્ટીમાં અથવા અનધિકૃત કોલોનીઓમાં રહેતા પાત્ર મધ્યમ વર્ગના લોકોને પોતાનું મકાન ખરીદવા અથવા બાંધવામાં મદદ કરવા માટે એક યોજના લાવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button