Umar Khalidને મળશે જામીન! દિલ્હી હાઈકોર્ટની નવી બેંચ જામીન અરજી પર સુનાવણી કરશે

નવી દિલ્હી: જવાહરલાલ નેહરુ યુનીવર્સીટી (JNU)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ (Umar Khalid) છેલ્લા ચાર વર્ષથી જેલમાં બંધ છે. ફેબ્રુઆરી 2020 દિલ્હીમાં થયેલા સાંપ્રદાયિક રમખાણો પાછળના કથિત કાવતરા સાથે જોડાયેલા UAPA કેસમમાં તેની સામે હજુ સુધી સુનાવણી શરુ થઇ નથી. દિલ્હી હાઈ કોર્ટ (Delhi Highcourt) સોમવારે ઉમર ખાલિદની જામીન અરજી પર સુનવણી કરશે.
આ કેસમાં અન્ય સહ-આરોપીઓ સ્ટૂડન્ટ એક્ટીવીસ્ટ શરજીલ ઈમામ અને ગુલ્ફિશા ફાતિમા, ‘યુનાઈટેડ અગેઈન્સ્ટ હેટ’ના સ્થાપક ખાલિદ સૈફી અને અન્યોની જામીન અરજીઓ પણ ન્યાયમૂર્તિ નવીન ચાવલા અને શાલિન્દર કૌરની બેંચ સમક્ષ સુનાવણી માટે લીસ્ટ કરવામાં આવી છે.
આ કેસ અગાઉ જસ્ટિસ સુરેશ કુમાર કૈતની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ હતા પરંતુ તાજેતરમાં તેમની મધ્યપ્રદેશ હાઈ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે બદલી કરવામાં આવી હતી.
ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય કેટલાક લોકો પર UAPA અને ભારતીય દંડ સંહિતાની કેટલીક જોગવાઈઓ હેઠળ ફેબ્રુઆરી 2020 ના રમખાણોના “માસ્ટરમાઇન્ડ” હોવાના આરોપ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ રમખાણોમાં 53 લોકો માર્યા ગયા હતા, મૃતકોમાં મોટા ભાગના મુસ્લિમ સમુદાયના હતાં, 700 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
CAA અને NRC વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. સપ્ટેમ્બર 2020માં દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ થયા બાદ ઉમર ખાલિદને ટ્રાયલ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, જેને હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જુલાઈમાં હાઈકોર્ટ દ્વારા તેમની અપીલ પર નોટિસ જારી કરવામાં આવી હતી.
ઇમામ, સૈફી અને અન્ય આરોપીઓની અરજીઓ 2022 માં દાખલ કરવામાં આવી હતી અને ત્યારથી સમયાંતરે વિવિધ બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવી છે.
Also Read –