સનાતન ધર્મ અપનાવનાર મુસ્લિમ યુવકે કહ્યું કે મેં કોઇના દબાણમાં આવીને ધર્મ પરિવર્તન નથી કર્યું…
ધાર: તમે ઘણીવાર એવા સમાચાર સાંભળ્યા હશે કે બળજબરીથી કે પછી લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવ્યું પરંતુ કેટલાક લોકો ધર્મને સમજે છે અને ધર્મને સ્વીકારે છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બન્યો હતો. અહીં એક મુસ્લિમ યુવકે સનાતન સંસ્કૃતિથી પ્રેરાઇને હિંદુ ધર્મ અપનાવ્યો છે. આ યુવકે હિંદુ રીતિ-રિવાજ મુજબ મુંડન કરાવીને નર્મદામાં સ્નાન કરીને હિન્દુ ધર્મ અંગીકાર કર્યો અને તેણે પોતાનું નામ શોએબથી બદલીને રાજ ગુપ્તા કરી દીધું હતું. રાજે જણાવ્યું હતું કે તે હિંદુ રિવાજો, સનાતન અને પરંપરાથી પ્રભાવિત છે. તેમને હિંદુ તહેવારો અને સંસ્કૃતિ ખૂબ જ ગમે છે. તેને એક હિન્દુ છોકરી સાથે લવ મેરેજ કર્યા છે અને તેની પત્ની તેના ઘરમાં તમામ હિન્દુ રીત રિવાજો કરતી હતી અને આ વર્ષે તેની પત્નીએ ઘરે ગણપતિ બાપાને પણ પધરાવ્યા હતા. આ તમામ રિવાજો તેને બહુ જ પસંદ હતા આથી તેથી તેણે પોતાનો ધર્મ બદલી નાખ્યો. તેમના ધર્મ પરિવર્તન વખતે હિંદુ સંગઠનોના ઘણા કાર્યકર્તાઓ હાજર હતા. લોકોએ શોએબના એટલે કે રાજના આ કાર્યને આવકાર્યું હતું અને કહ્યું હતું કે જો કોઈ પોતાની મરજીથી સનાતન ધર્મ અપનાવે તો તેનું સ્વાગત છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના કાકરોલી ગામનો યુવક શોએબ શેખ છેલ્લા ઘણા સમયથી ધારના કુક્ષીમાં રહેતો હતો. તેમણે કહ્યું કે તેઓ લાંબા સમયથી હિંદુ ધર્મના રિવાજો અને સંસ્કૃતિનું પાલન કરે છે. તેમણે કહ્યું કે સનાતન ધર્મની પવિત્રતા મને આકર્ષિત કરતી હતી. સનાતન ધર્મમાં આધ્યાત્મિકતા સહિત ઘણી બધી બાબતો શીખવા જેવી છે. આ પરંપરા આપણું જીવન બદલી નાખે છે. તમને પવિત્ર માર્ગ પર ચાલવાનો માર્ગ બતાવે છે. હિંદુ ધર્મના શાસ્ત્રો વ્યક્તિને ભટકી જતા બચાવે છે.
ધર્મ પરિવર્તન બાદ શોએબે ભગવાન ભોલેનાથને જળ ચડાવ્યું અને પ્રાર્થના કરી. તેમણે જય જય સિયારામના નારા લગાવ્યા અને ખુશી વ્યક્ત કરી. ત્યારબાદ તેણે સ્ટેમ્પ નોટરાઈઝ કરાવ્યું અને પછી તેનું નામ બદલીને રાજ કરી દીધું હતું. આ ઉપરાંત તેમે જણાવ્યું હતું કે હું આ નિર્ણય કોઈના દબાણ કે ધમકીમાં નથી લઈ રહ્યો.