ગોવામાં મિગ-29 ફાઈટર જેટનું ટાયર ફાટ્યું, પણ
પણજીઃ ભારતીય હવાઈદળનું મિગ-29 ફાઈટર જેટ ઉડાન ભર્યા પહેલા એકાએક તેનું ટાયર ફાટ્યું હતું. મંગળવારે બપોરે આ બનાવ બન્યા પછી પ્રશાસન હરકતમાં આવી ગયું હતું.
ડાબોલિમ હવાઈમથકે વિમાન મિગ-29નું ટાયર એકાએક ફાટ્યું હતું, પરંતુ તેમાં કોઈને જાનહાનિ થઈ નથી. આ બનાવને કારણે એરપોર્ટના પરિવહનની સેવા ચાર વાગ્યા સુધી બંધ કરવામાં આવી હતી, તેનાથી ફ્લાઈટ્સની સર્વિસને અસર થઈ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ મુદ્દે નૌકાદળના પ્રવક્તાએ કહ્યું હતું કે મિગ-29ના ટેક્સીવે ખાતે ફસાઈ ગયું હતું, પરંતુ કોઈને ઈજા પહોંચી નહોતી. રેગ્યુલર ઉડાનભર્યા પહેલા ટાયર ફાટ્યું હતું, તેને કારણે ફાયર બ્રિગેડ અને અન્ય કર્મચારીઓ ઘટનાસ્થળે દોડીને પાયલટને તાત્કાલિક ટેક્સીવેથી દૂર લઈ ગયા હતા, ત્યારબાદ અન્ય બચાવ કામગીરી હાથ ધરી હતી.
અહીં એ જણાવવાનું કે દક્ષિણ ગોવા જિલ્લામાં આવેલા ડાબોલિમ એરપોર્ટ નૌકાદળના આઈએનએસ પવનહંસનો હિસ્સો છે, જ્યારે તેનો ઉપયોગ પણ નૌકાદળ દ્વારા અમુક નિર્ધારિત સમયગાળા દરમિયાન કરાય છે.