રાજકારણમાં ‘પત્ર-યુદ્ધ’ વાઇટ પેપર સામે બ્લેક પેપર
ભારત વિકસેલું રાષ્ટ્ર બનવાની દિશામાં પ્રગતિપંથે: શ્ર્વેતપત્ર
નવી દિલ્હી: સરકારે અર્થતંત્ર અંગે ગુરુવારે બહાર પાડેલા શ્ર્વેતપત્ર (વાઇટપેપર)માં દાવો કર્યો હતો કે એનડીએ સરકાર અગાઉની યુપીએ સરકારે નહિ ઉકેલેલા વિવિધ પડકારનો સામનો કરવામાં સફળ રહી છે અને દેશના ઝડપી આર્થિક વિકાસ માટે અમુક
‘આકરા નિર્ણય’ લેવાયા હતા. ભારતને વિકસેલું રાષ્ટ્ર બનાવવાની દિશામાં પ્રગતિપંથે મૂકવામાં સફળતા મેળવી છે. કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરેલા ‘ભારતીય અર્થતંત્ર અંગેના શ્ર્વેતપત્ર’ના ૫૯ પાનાંમાં જણાવાયું હતું કે મોદી સરકાર ૨૦૧૪માં સત્તા પર આવી ત્યારે દેશની આર્થિક હાલત નબળી હતી અને વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો. ‘આર્થિક કટોકટી’ ઊભી થઇ હતી. મોદી સરકારે દેશની આર્થિક સ્થિતિ સુધારવા અમુક આકરા નિર્ણય લેવા પડ્યા હતા.
શ્ર્વેતપત્રમાં જણાવાયું હતું કે અગાઉની યુપીએ સરકારે એનડીએ સરકારને દેશનું અર્થતંત્ર બહુ ખરાબ સ્થિતિમાં સોંપ્યું હતું, પરંતુ મોદી સરકારે યોગ્ય દિશામાં વિવિધ નિર્ણય લઇને દેશનો આર્થિક વિકાસ ઝડપી બનાવ્યો છે. અમારી સરકારે દેશના સ્થિર અને ઝડપી વિકાસનો પાયો નાખીને રાજકીય સ્થિરતા પણ આણી છે.
તેણે જણાવ્યું હતું કે અમને અગાઉની સરકારે નહિ ઉકેલેલા આર્થિક અને અન્ય પડકારનો સામનો કરવામાં મળેલી સફળતાનો સંતોષ છે.
શ્ર્વેતપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસેલું રાષ્ટ્ર બનાવવાનું છે. હાલમાં અમારો ‘કર્તવ્ય કાળ’ ચાલે છે. દેશને વિકસેલું બનાવવા માટે ‘લાંબી મજલ કાપવાની છે અને ડુંગરા ચઢવાના છે.’ (એજન્સી)
કૉંગ્રેસે મોદી સરકારની ‘નિષ્ફળતાઓ’
પર ‘અશ્ર્વેત પત્ર’ બહાર પાડ્યું
નવી દિલ્હી: કૉંગ્રેસે ગુરુવારે મોદી સરકારની “નિષ્ફળતાઓ ને પ્રકાશિત કરવા માટે “બ્લેક પેપર (અશ્ર્વેત પત્ર) બહાર પાડ્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ૧૦ વર્ષ “અન્યાય નો સમયગાળો રહ્યો છે. ૨૦૧૪ પહેલાના અર્થતંત્રના “દુરાચાર પર સરકારના
સંસદમાં ’વ્હાઈટ પેપર’ રજૂ કરવા અગાઊ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર વિરુદ્ધ ‘૧૦ સાલ અન્યાય કાલ’ શીર્ષકવાળી ૫૪ પાનાની “ચાર્જશીટ બહાર પાડી હતી.
ખડગેએ અહીં તેમના નિવાસસ્થાને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે “જ્યારે પણ વડા પ્રધાન (નરેન્દ્ર) મોદી સંસદમાં તેમના વિચારો રજૂ કરે છે, ત્યારે તેઓ તેમની નિષ્ફળતા છૂપાવે છે. તે જ સમયે, જ્યારે અમે સરકારની નિષ્ફળતાઓ વિશે વાત કરીએ છીએ, ત્યારે તેને મહત્વ આપવામાં આવતું નથી. તેથી, અમે અશ્ર્વેત પત્ર લાવવાનું વિચાર્યું અને એ રીતે જનતાને સરકારની નિષ્ફળતાઓ વિશે જણાવીશું.
કૉંગ્રેસ દેશને ઉત્તર અને દક્ષિણમાં વિભાજિત કરવા માટે એક વાર્તા રચી રહી હોવાના તેમના દાવા અંગે વડા પ્રધાન મોદી પર તીક્ષ્ણ પ્રહાર કરતાં ખડગેએ કહ્યું કે જેઓ બીજાઓ પર દેશના વિભાજન અને પ્રાદેશિકવાદનો ખોટો આરોપ લગાવે છે, તેઓ પોતાના જૂઠ્ઠાણાઓ યાદ પણ નથી રાખતા.
ખડગેએ જણાવ્યું હતું કે “મોદીજી, તમે જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તમે યુપીએ સરકાર સાથે ગુજરાતના ટેક્સ અધિકારોની વાત કરતા હતા. ત્યારે તમે કહ્યું હતું કે રાજ્યોને ૫૦ ટકા ટેક્સ મળવો જોઈએ. તમે એમ પણ કહ્યું હતું કે ગુજરાતના લોકો ૪,૮૬,૦૦ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવે છે અને માત્ર અઢી ટકા જ પરત મેળવે છે .
ખડગેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે દેશમાં “લોકશાહી માટે ખતરો છે અને ભાજપ પર ચૂંટાયેલી સરકારોને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.