નેશનલ
તામિલનાડુમાં વરસાદને પગલે જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર
ચેન્નઇ: તમિલનાડુના ઉત્તરીય પ્રદેશ સહિતના ભાગોમાં રાતોરાત ભારે વરસાદ પડવાથી સત્તાવાળાઓએ વિવિધ જિલ્લાઓમાં શાળાઓ માટે સોમવારે રજા જાહેર કરી હતી.
ચેન્નઇ અને પડોશી ચેંગલપટ્ટ અને કાંચીપુરમ ઉપરાંત વિલ્લુપુરમ, કલ્લાકુરિચી, કુડ્ડુલોર, નાગાપટ્ટિનમ અને તિરુવરુરમાં સારો વરસાદ પડ્યો હતો. ચેંગલપટ્ટ, રાનીપેટ, વેલ્લોર અને કલ્લાકુરિચી સહિતના જિલ્લાઓની શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી હતી. નાગાપટ્ટિનમ જિલ્લા વહીવટીતંત્રે નાગાપટ્ટિનમ અને કીલવેલુર સર્કલમાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે.
પ્રાદેશિક હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ સાતમી જુલાઇના રોજ સવારે 8-30 વાગ્યાથી સોમવારે સવારે 5-30 વાગ્યા દરમિયાન જિલ્લામાં સૌથી વધુ 167 મીમી વરસાદ નોંધાયો હતો. કરાઇક્કલ( પુડુચેરી યુટી)માં આ સમયગાળા દરમિયાન 122 મીમી વરસાદ નોંધાયો હતો. ઉ