નેશનલ

મુંબઈના ગુજરાતી સાંસદે પકડ્યો પ્રદર્શનકારીને

સાંસદ મનોજ કોટક

(અમારા પ્રતિનિધિ તરફથી)
નવી દિલ્હી: સંસદભવનમાં બુધવારે પ્રદર્શનકારીઓ દ્વારા થયેલા હુમલાથી આખો દેશ સ્તબ્ધ છે. આ પ્રદર્શનકારીઓમાંથી બે જણ જ્યારે લોકસભાગૃહમાં આવ્યા ત્યારે તમામ સાંસદો ગભરાઈ ગયા હતા અને થોડા સમય માટે નાસભાગ થઈ હતી. જોકે આ બધા વચ્ચે આપણા ઈશાન મુંબઈના ગુજરાતી સાંસદ
મનોજ કોટકે ભારે હિંમત દાખવી હતી અને એક પ્રદર્શનકારીને પકડ્યો હતો. તેમના આ સાહસની એક તસવીર વાઈરલ થઈ છે જેમાં તે એકને પકડતા નજરે ચડે છે.

આ અંગે તેમણે ‘મુંબઈ સમાચાર’ સાથે

વાતચીત કરતા જણાવ્યું હતું કે હું સભાગૃહમાં મારી બેઠક પર બેઠો હતો. મારી જમણી બાજુ પ્રેક્ષક ગેલરી છે. ત્યાંથી કોઈ પડવાનો અવાજ આવ્યો અને અમને લાગ્યું કે કોઈ વ્યક્તિ અકસ્માતે નીચે પડી છે. જોકે તે યુવાન જ્યારે બેંચ પર ચડી આગળ જવા દોડ્યો ત્યારે અમને સમજાય ગયું કે મામલો બીજો કંઈ છે. હું બેઠક પરથી ઊભો થયો તે દરમિયાન બીજી વ્યક્તિ પણ ગેલેરીમાંથી નીચે પડી અને તેણે બૂટ કાઢ્યું. તે સમયે ત્યાં ઊભેલા સ્ટાફને હું કહી જ રહ્યો હતો કે તેના હાથમાંથી બૂટ લઈ લે, પણ ત્યાં તેણે ગૅસ સ્પ્રેથી ધુમાડો શરૂ કરી દીધો ત્યારે જ મેં અને ત્યાં ઊભેલા માર્શલે તેને પાછળથી પકડી લીધો. તે બાદ બીજા સાંસદો પણ આવ્યા અને તેના હાથમાંથી સ્મોક બોમ્બ આંચકી લીધો હતો. જ્યારે ધુમાડો શરૂ થયો ત્યારે થોડી તકલીફ પડી પણ આની પરવા ન કરતા મેં તેને બીજાઓની મદદથી પકડી લીધો હતો, તેમ તેમણે જણાવ્યું હતું. જોકે તેમણે જેને પકડ્યો કે સાગર શર્મા છે તે મનોરંજન તે અંગે તેમને માહિતી ન હોવાનું તેમણે જણાવ્યું હતું

છ હુમલાખોર હતા
નવી દિલ્હી: સંસદની બહાર અને અંદર બુધવારે થયેલા હુમલાને મામલે પાંચ જણની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવતાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે હુમલાખોરોની સંખ્યા છ હોવાની શંકા છે અને બાકીના એક જણની શોધ ચલાવવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ છ જણ ગુરગામમાં એક જ ઘરમાં રહેતા હતા અને એકમેકથી પરિચિત હતા.

ધરપકડ કરાયેલા લોકો પાસેથી મોબાઈલ ફોન ન મળ્યો હોવાનું જણાવતાં પોલીસે કહ્યું હતું કે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ધરપકડ કરાયેલી ચારે વ્યક્તિનાં મોબાઈલ ફોન મેળવવાના પોલીસ પ્રયાસ કરી રહી છે.

દરમિયાન, ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કુદકો મારનાર મનોરંજનના પિતા દેવરાજે ગોવડાએ કહ્યું હતું કે મારો પુત્ર પ્રમાણિક અને સાચો છે તેમ જ તે હંમેશા સમાજની ભલાઈનું કામ કરવાની ઈચ્છા રાખે છે.

મારો પુત્ર સારી વ્યક્તિ છે. તે પ્રમાણિક અને વિશ્ર્વાસુ છે. તેની એક માત્ર ઈચ્છા સમાજ માટે સારું કરવાની અને કુરબાની આપવાની છે એમ જણાવતાં દેવરાજે ગોવડાએ કહ્યું હતું કે મારો પુત્ર કાયમ વિવેકાનંદના પુસ્તકો વાંચતો હતો. મને લાગે છે વિવેકાનંદના પુસ્તકો વાંચ્યા બાદ જ તેનામાં આ પ્રકારનો વિચાર આવ્યો હશે, એમ પત્રકારોને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું.

તેનાં મનમાં શું ચાલી રહ્યું છે તે કળવું મુશ્કેલ છે. મારા પુત્રએ વર્ષ ૨૦૧૬માં એન્જિનિયરિંગ (બેચલર ઑફ એન્જિનિયરિંગ-બી.ઈ.)ની ડિગ્રી મેળવી હતી અને તે ખેતીવાડીનું ધ્યાન રાખતો હતો એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે તે દિલ્હી અને બેંગલૂરુની કોઈ કંપનીમાં પણ કામ કરતો હતો.

મનોરંજન અને સાગર શર્માએ પબ્લિક ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કુદકો માર્યો હતો અને ડબ્બામાંથી પીળા રંગનો ધુમાડો છોડ્યો હતો જેને કારણે સંસદસભ્યોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
સાંસદો અને ચોકીદાર સહિત ઉપસ્થિત કર્મચારીઓએ તેમને તાબામાં લીધા ત્યારે આ બંને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો