નેશનલ

યુરોપમાં ટી-૧૦ ક્રિકેટમાં બન્યો મહા રેકોર્ડ, એક બેટ્સમેને ૪૩ બોલમાં અણનમ ૧૯૩ રન ફટકારી મચાવ્યો તરખાટ

સ્પેન: ક્રિકેટની રમતમાં દરરોજ કોઈને કોઈ નવા રેકોર્ડ બને છે, પરંતુ યુરોપમાં એક ક્રિકેટરે રમેલી એક ઇનિંગ એક રેકોર્ડ નથી પરંતુ એક મહાન વર્લ્ડ રેકોર્ડ છે. હમઝા સલીમ ડાર નામના બેટ્સમેને યુરોપિયન ક્રિકેટની ટી-૧૦ મેચમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાને ચોંકાવી દીધા હતા.

કૈટલુન્યા જગુઆરના બેટ્સમેન હમઝા સલીમે સોહલ હોસ્પિટલેટ સામે રમાયેલી મેચમાં ક્રિકેટની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. હમઝાએ ૪૩ બોલમાં અણનમ ૧૯૩ રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે ૧૪ ચોગ્ગા અને ૨૨ છગ્ગા ફટકાર્યા હતા. ટી-૧૦ ક્રિકેટના ઈતિહાસમાં આ સર્વોચ્ચ વ્યક્તિગત હાઈ સ્કોર હતો. આ ઈનિંગ દરમિયાન હમઝાએ માત્ર ૨૪ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ અણનમ ઈનિંગમાં હમઝાનો સ્ટ્રાઈક રેટ ૪૪૮.૮૩ હતો. આ ઇનિંગમાં હમઝાએ એક ઓવરમાં ૬ સિક્સર ફટકારવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. આ ઓવરમાં કુલ ૪૩ રન ફટકાર્યા હતા જેમાં ૬ સિક્સર ફટકારવામાં આવી હતી. ઇનિંગની નવમી ઓવરમાં મોહમ્મદ વારિસે ૬ સિક્સર આપી હતી જેમાં તેણે ૬ નહીં પરંતુ કુલ ૯ બોલ નાખ્યા હતા, જેમાં ૨ વાઇડ અને ૧ નો બોલનો સમાવેશ થાય છે. આ રીતે હમઝાએ વર્લ્ડ રેકોર્ડ ઇનિંગ્સ પૂરી કરી હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી કૈટલુન્યા જગુઆરે ૧૦ ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના ૨૫૭ રન કર્યા હતા. હમઝા ઉપરાંત સાથી ઓપનર યાસિર અલીએ ૧૯ બોલમાં અણનમ ૫૮ રન ફટકાર્યા હતા. લક્ષ્યનો પીછો કરતા સોહલ હોસ્પિટલેટ ૧૦ ઓવરમાં ૮ વિકેટે ૧૦૪ રન જ કરી શકી હતી. મેચમાં હમઝાએ ત્રણ વિકેટ પણ ઝડપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો