એક યુવતી એક જ સમયે બે છોકરાઓને ડેટ કરતી હતી જેની જાણ થતાં જ રચાયો મોતનો ખેલ…..
નવી દિલ્હીઃ દિલ્હીમાં જાહેરમાં હત્યા કરી જાણે સાવ સામાન્ય બાબત બની ગઈ છે. થોડા મહિનાઓ અગાઉ જ આવી બે ઘટનાઓ બની હતી. અને આવી જ એક ઘટના ફરી દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં બની જ્યાં એક યુવકને 50 વાર ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે 20 વર્ષનો યુવક સોશિયલ મીડિયા સાઈટ પર દિવસભર એક યુવતી સાથે ચેટ કરતો હતો, અને એટલે જ તેની હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ માહિર ઉર્ફે ઈમરાનનો મૃતદેહ 27 ડિસેમ્બરના રોજ રાત્રે ભાગીરથી વિહારમાં રોડની બાજુમાંથી મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ આરોપીઓમાં અરમાન ખાન, ફૈઝલ ખાન અને સમીર ઉર્ફે બાલુના નામ જાણવા મળ્યા છે. જેમાં મુખ્ય આરોપી અરમાન છે, જેણે બુધવારે રાત્રે ઉત્તર-પૂર્વ દિલ્હીના ભાગીરથી વિહારમાં માહિર પર 50 વાર ચાકુ વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટના એવી બની કે અરમાન અને માહિર બંને એક જ યુવતીને ડેટ કરતા હતા. જ્યારે અરમાનને આ વાતની ખબર પડી ત્યારે તેણે યુવતી સાથે ઝઘડો કર્યો હતો, ઝઘડામાં તે યુવતી બોલી ગઈ કે તે માહિરને વધુ પસંદ કરે છે. અને તે સમયે તે યુવતીના ફોનમાં માહિર સાથેનો વીડિયો કૉલ જોઈને અરમાન વધારે ગુસ્સે થઈ ગયો. અને તેને તે યુવતીનો ફોન છીનવી લીધો હતો. થોડા દિવસો પછી અરમાને માહિરને ફોન કર્યો અને કહ્યું કે યુવતીનો ફોન તેને પરત આપશે અને તું તેને પાછો આપી દેજે એમ બહાનું કરીને તેને કોઈ સ્થળે બોલાવ્યો. જ્યારે માહિર પહોંચ્યો ત્યારે અરમાને કથિત રીતે તેને ચાકુ મારીને મારી નાખ્યો હતો. આ ઘટના વિશે મહિલાએ નિવેદન આપતા પોલીસે અરમાન અને તેના બે મિત્રો ફૈઝલ અને મોહમ્મદ સમીરની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે માહિર પર છરી વડે અનેક વાર હુમલો કરવામાં આવ્યો હતો તેનો મૃતદેહ લોહીથી લથબથ પડ્યો હતો. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે જઈને તપાસ માટે સેમ્પલ લીધા હતા. આ ઉપરાંત ઘટનાસ્થળેથી એક છરી પણ મળી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.