પુત્રની ઘેલછામાં પિતા બન્યો હેવાન: ત્રિપુરામાં દીકરીને ઝેર આપી મારી નાખી? | મુંબઈ સમાચાર

પુત્રની ઘેલછામાં પિતા બન્યો હેવાન: ત્રિપુરામાં દીકરીને ઝેર આપી મારી નાખી?

અગરતલા: અહીંના સમાજમાં હજુ પણ દીકરાના જન્મની ઘેલછા યથાવત છે. આ જ ઘેલછાને કારણે સમાજમાં વર્ષો પહેલા દીકરીને દૂધપીતી કરી દેવાનો ક્રૂર રીવાજ વ્યાપેલો હતો. જો કે ત્રિપુરામાંથી સામે આવેલા કિસ્સાએ ચોંકાવી દીધા છે, જેમાં કથિત રીતે એક જવાને પોતાની દીકરીને ઝેર આપીને મારી દેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ખુદ જવાનની પત્નીએ પતિ પર આરોપ લગાવ્યો છે કે દીકરાની ઘેલછાને કારણે દીકરીને મારી નાખી હતી.

મળતી વિગતો અનુસાર બાળકીની માતા મિતાલી દેબવર્માએ જણાવ્યું હતું કે, ‘અમે અમારી બહેનના ઘરે ગયા હતા, જ્યાં મારી બહેનના દીકરા સાથે મારા પતિ રથિન્દ્ર દેવબર્મા મારી દીકરીને બિસ્કિટ ખરીદવા માટે એક દુકાને લઈ ગયા હતા ત્યારે મારી બહેને જોયું કે મારી દીકરીને ઉલટી અને ઝાડા થઈ ગયા હતા. તેના મોંઢામાંથી કોઈ દવાની તીવ્ર દુર્ગંધ પણ આવી રહી હતી.” આથી મેં તેનું ગળું પકડીને પૂછ્યું કે તેણે તેને શું ખાવા આપ્યું હતું કે તેની આવી હાલત થઈ ગઈ, તો તેણે કહ્યું કે કોઈ ઝેર આપ્યું નથી.

આ પણ વાંચો: ભેંસાણમાં શૈક્ષણિક સંકુલમાં હેવાનિયત, પ્રિન્સિપાલ-શિક્ષક પર અભદ્ર કૃત્યના લાગ્યા આરોપ…

ઉલ્લેખનીય છે કે આ ઘટના શુક્રવારના રોજ બની હતી. આ ઘટના બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. સારવાર કરનારા ડોક્ટરના જણાવ્યા અનુસાર બાળકીની હાલત સંવેદનશીલ હોવાથી તેને અગરતલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પંતુ બાળકીની સારવાર શરુ થાય તે પહેલા જ બાળકી જ મૃત્યુ પામી હતી. જો કે મૃત્યુ પાછળનું સાચું કારણ તો પોસ્ટ માર્ટમ બાદ જ સામે આવશે.

આ બનાવને લઈને સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે, જવાનની પત્નીએ આ બનાવને લઈને આપેલા નિવેદનને આ મામલો વધુ ગરમાયો છે. જેમાં બાળકીની માતાએ તેના પતિ પર આક્ષેપ મુકતા કહ્યું હતું કે તેનો પતિ દીકરાના જન્મ માટે પત્ની સાથે ઝઘડો કરતો હતો. જો કે દીકરીના જન્મથી તે નાખુશ હતો અને તેણે આ માટે જ દીકરીનાં બિસ્કીટમાં ઝેર આપીને મારી નાખી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button