બાણ ચલાવવાનો ઈશારો કરવા બદલ ભાજપના ઉમેદવાર સામે ગુનો દાખલ
હૈદરાબાદ: લોકસભા ચૂંટણીમાં હૈદરાબાદની સીટ પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર કે. માધવી લતા સામે ધાર્મિક ભાવનાને ઠેંસ પહોંચાડવાના આરોપસર એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રસ્તામાં આવેલી એક મસ્જિદ તરફ જોઈને બાણ ચલાવવાનો ઈશારો કરવાનો તેમનો વીડિયો હવે વાઇરલ થઈ રહ્યો છે. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હૈદરાબાદની સીટ પરથી ભાજપમાં ઉમેદવાર કે. માધવી લતાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યું છે. 17 એપ્રિલે રામ નવમીની રેલી દરમિયાનની કે. માધવી લતાએ તીર કાઢીને મસ્જિદ સામે જોઈને તેને ચલાવવાનો ઈશારો કર્યો હતો જેને લીધે મુસ્લિમ સમુદાયની ધામીક ભાવનાને ઠેંસ પહોંચી હોવાનો આરોપ કરીને તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ મામલે માધવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ એક અધૂરો વિડિયો છે અને જો આવા વિડિયોને કારણે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય, તો હું માફી માગું છું અને હું તમામ વ્યક્તિઓનું સન્માન કરું છું.
આ પણ વાંચો: મથુરાની શાહી ઇદગાહ મસ્જિદમાં સર્વે પર સુપ્રીમ કોર્ટે વચગાળાની રોક લંબાવીઃ જાણો શું છે સમગ્ર વિવાદ?
રામ નવમીના અવસર પર જે ધનુષ્ય અસ્તિત્વમાં નહોતું અને જેનું અસ્તિત્વ નથી તેવા તીર માટે આ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. મારો ખોટો વીડિયો બનાવ્યો છે. મારી સામે આક્ષેપો કરી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મને કોઈએ કહ્યું હતું કે મેં મુસ્લિમોની ભાવનાઓને ઠેંસ પહોંચાડી છે પરંતુ હું કહેવા માંગુ છું કે તે સમયે અમે બધા તહેવારની ઉજવણી કરી રહ્યા હતા. મારા આ વીડિયો,આ હું મસ્જિદ તરફ ઈશારો કરું છું તેવું દેખાતું નથી, તેવી તેમણે સ્પષ્ટતા કરી હતી.
જો હું મુસલમાનોની વિરોધી હોત તો હઝરત અલી સાહેબના જુલૂસમાં શા માટે સામેલ થાત. મેં મારા પોતાના હાથે ઘણા લોકોને જમાડયા છે. લોકો મને ટાર્ગેટ કરી રહ્યા. હું જ્યાંથી રજત શર્માના ‘આપ કી અદાલત’માં શોમાં આવી હતી ત્યારથી તેઓ ડરી ગયો છે, એવું પણ માધવી લતાએ કહ્યું હતું.