નેશનલ

દેશ અને મહારાષ્ટ્રને વિકાસની તરફ લઇ જતું બજેટ

મુંબઈ: ખેડૂતો, શ્રમજીવીઓ અને મધ્યમવર્ગીય નોકરીયાત વર્ગનું હિત જાળવતું તેમ જ દેશ ઉપરાંત મહારાષ્ટ્રને વિકાસ તરફ અગ્રેસર કરતું આ આ બજેટ છે. વિકસિત ભારતનો પાયો નાખતું અને દેશવાસીઓનું દિલ જીતનારું આ બજેટ છે. આ બજેટે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષનો પાયો નાખ્યો છે. સંશોધનને વેગ આપવા માટે કૉપર્સ ફંડ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. સંશોધન તેમ જ વિકાસ ક્ષેત્રમાં નવા
ઉદ્યોગ આવે એ માટે ૫૦ વર્ષની મુદત માટે વ્યાજમુક્ત આર્થિક સહાય આપવામાં આવશે અને તે માટે સરકાર એક લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરશે. આ ઉપરાંત રાજ્ય સરકારોને આર્થિક સુધારા માટે ૭૫ હજાર કરોડ રૂપિયા ૫૦ વર્ષ સુધી વ્યાજ વિના આપવાની જાહેરાત કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button