૩૫૦ શ્રદ્ધાળુઓને લઈ જતી બૉટ ફસાઈ | મુંબઈ સમાચાર
નેશનલ

૩૫૦ શ્રદ્ધાળુઓને લઈ જતી બૉટ ફસાઈ

કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં ૩૫૦ શ્રદ્ધાળુઓને લઈ જતી ફૅરી બૉટ ભારે ધુમ્મસમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મૂરીગંગા નદીના સેન્ડબારમાં ફસાઈ ગઈ હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. આ બૉટ સાગર ટાપુથી મૅઈનલેન્ડ આવી રહી હતી ત્યારે સેન્ડબારમાં ફસાઈ ગઈ હતી. નૌકાદળ, કોસ્ટગાર્ડ અને એનડીઆરએફના અધિકારીઓએ બચાવ કામગીરી આરંભી હતી અને સ્પિડબૉટ તેમ જ હૉવરક્રાફ્ટની મદદથી ફસાયેલા લોકોને ઉગારી લીધા હોવાનું તેમણે કહ્યું હતું.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button