વેદિક જ્યોતિષમાં ગ્રહોના રાશિ પરિવર્તનને ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને એમાંથી પણ કેટલાક ગ્રહો તો એવા છે કે જેના રાશિ પરિવર્તનને કારણે જાતકોના જીવનમાં ઉતાર ચઢાવ આવી જાય છે જેવા કે શનિ અને શુક્ર…
શુક્રને ધન-વિલાસ, ભૌતિક સુથ, પ્રેમનો કારક ગ્રહ માનવામાં આવે છે જ્યારે શનિને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે 12મી નવેમ્બરના અંધકારને દૂર કરીને પ્રકાશ તરફ લઈ જતો પ્રકાશનો પર્વ એટલે કે દિવાળી આવી રહી છે. પરંતુ એ પહેલાં જ શનિ અને શુક્ર રાશિ પરિવર્તન કરી રહ્યા છે.
ત્રીજી નવેમ્બરના શુક્ર સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશી રહ્યો છે, જ્યારે બીજા દિવસે એટલે ચોથી નવેમ્બરના શનિ માર્ગી થઈ રહ્યા છે. શુક્રનું ગોચર અને શનિનું માર્ગી થવું ચાર રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે અને આ ચાર રાશિના લોકો પર મા લક્ષ્મીની અસીમ કૃપા વરસશે.
આવો જોઈએ કઈ છે આ ચાર રાશિઓ કે જેના પર મા લક્ષ્મીના ચાર હાથ હશે-
નવેમ્બરનો મહિનો મેષ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ સાબિત થવાનો છે અને આ રાશિના જાતકોને ધનપ્રાપ્તિ થઈ રહી છે. કરિયરમાં નવી નવી તક મળી રહી છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. કોઈ જગ્યાએ અટકી પડેલાં નાણાં પાછા મળશે.
વૃષભ રાશિના લોકો પર આ વર્ષે દિવાળી પહેલાં મા લક્ષ્મીની અસીમ કૃપા વરસી રહી છે અને એમને અઢળક પૈસો મળી શકે છે. અત્યાર સુધી કરેલી મહેનતના ફળ મેળવવાનો સમય આવી ગયો છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. કાયદાકીય મામલામાં વિજય મળશે. કામના સ્થળે પદોન્નતિ થઈ શકે છે.
દિવાળી પહેલાં જ શનિ અને શુક્રના ગોચરને કારણે મિથુન રાશિના લોકો માટે અપરંપાર લાભ થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમારી મહેનત રંગ લાવી રહી છે. આર્થિક સ્થિતી સુધરી રહી છે. કોઈ જૂની સમસ્યા સતાવી રહી હશે તો એ પણ દૂર થઈ રહી છે.
દિવાળી પહેલાં શુક્ર અને શનિની ચાલમાં આવી રહેલો બદલાવ મકર રાશિના લોકોને જબરજસ્ત લાભ અપાવી રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન કે કોઈ નવી જવાબદારી મળી શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે.