નેશનલ

ગંગા નદી પર ૪.૫૬ કિમી લાંબો પુલ બંધાશે

કોપરાના લઘુતમ ટેકાના ભાવ વધારાયા

નવી દિલ્હી: ગંગા નદી પર છ લેનનો નવો ૪.૫૬ કિમી લાંબો પુલ બાંધવાના પ્રસ્તાવને કેન્દ્રના પ્રધાનમંડળે બુધવારે મંજૂરી આપી દોધી હોવાનું સત્તાવાર બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. આ પુલ દીઘા અને બિહારના સોનપુરને જોડશે. બેઠકમાં કોપરાના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨૫૦થી રૂ. ૩૦૦ વધારવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૪ની મોસમ માટે કોપરાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. ૧૧,૧૬૦થી રૂ. ૧૨,૦૦૦ જેટલો રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ યોજનાનો કુલ ખર્ચ અંદાજે રૂ. ૩,૦૬૪.૪૫ કરોડ જેટલો થશે જેમાં રૂ. ૨,૨૩૩.૮૧ કરોડના સિવિલ ક્ધસ્ટ્રકશન ખર્ચનો પણ સમાવેશ થાય છે.

આ પુલને કારણે વાહનવ્યવહાર ઝડપી તેમ જ સરળ બનશે અને તેને કારણે એકંદરે રાજ્યનો-ખાસ કરીને ઉત્તર બિહારનો વિકાસ થશે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ બુધવારે મળેલી
કૅબિનેટ કમિટી ઑન ઈકોનોમિક અફેર્સ (સીસીઈએ)ની બેઠકમાં ગંગા નદી પર છે લેનનો ૪.૫૬ કિમી લાંબો કેબલ બ્રિજ બાંધવાની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.

દિઘા-સોનેપુર રેલ અને રોડ બ્રિજ પશ્ર્ચિમ બાજુએ આ સમાંતર પુલ બાંધવામાં આવશે.

આ પુલ બંને તરફ જિલ્લાના પટણા અને સરણ (નેશનલ હાઈવે-૧૩૯ ડબ્લ્યુ)ને જોડશે.

દિઘા પટણામાં ગંગા નદીના દક્ષિણ કિનારે અને સોનપુર સરણ જિલ્લામાં ગંગા નદીના ઉત્તર કિનારે આવેલું છે.

હળવાં વાહનોની અવરજવર માટે આ બંને વિસ્તાર રેલ-રોડ બ્રિજથી જોડાયેલા છે.

વર્તમાન પુલ ભારે વાહનો અને માલસામાનની અવરજવર માટે વપરાશમાં લઈ શકાય એમ નથી જે બાબત આર્થિક બાબતો માટે અવરોધરૂપ બની રહી છે.

નવા પુલના નિર્માણ બાદ ભારે વાહનો અને માલસામાનની અવરજવર માટે તે વપરાશમાં લઈ શકાશે જેને કારણે એ વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે.

ઍન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને ક્ધસ્ટ્રક્શન (ઈપીસી) મૉડેલને આધારે આ યોજનાનું કામ હાથ ધરવામાં આવશે અને તે માટે ફાઈવ-ડી બિલ્ડિંગ ઈન્ફોર્મેશન મૉડેલિંગ (બીઆઈએમ), બ્રિજ હૅલ્થ મૉનિટરિંગ સિસ્ટમ (બીએચએમએસ), બાંધકામની ગુણવત્તા અને કામકાજની ખાતરી કરવા મન્થલી ડ્રોન મેપિંગ જેવી અત્યાધુનિક ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવશે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ