નેશનલ

23 વર્ષનો ભારતીય બેડમિન્ટન ખેલાડી બન્યો ચેમ્પિયન

મેદન (ઇન્ડોનેશિયા): ભારતના યુવા બેડમિન્ટન પ્લેયર કિરણ જ્યોર્જે તાજેતરમાં પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં જાપાનના કૂ તાકાહાશીને હરાવીને ઈન્ડોનેશિયા માસ્ટર્સ ટ્રોફી જીતી લીધી. કોચીના આ 23 વર્ષીય ખેલાડીએ 56 મિનિટ સુધી ચાલેલી મેચમાં વિશ્વના 82 નંબરના ખેલાડી તાકાહાશીને 21-19, 22-20થી હરાવ્યો હતો.

બેંગ્લોરમાં પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન એકેડમીમા ટ્રેનિંગ મેળવનાર કિરણ મેચની શરૂઆતમાં 1-4થી પાછળ હતો, પરંતુ તેણે તાકાહાશી સાથે 8-8થી બરાબરી કરી હતી અને પછી લીડ લેવાનું શરૂ કર્યું. તેણે 18-15ની લીડ લીધી હતી પરંતુ વિરોધીએ ગેપ ઘટાડીને 19-20 કરી દીધી હતી ત્યાર બાદ કિરણે ગેમ જીતીને લીડ મેળવી હતી.


બીજી ગેમમાં પણ બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. એક સમયે સ્કોર 6-6થી બરાબર હતો પરંતુ કિરણે 16-11ની લીડ મેળવી હતી. તાકાહાશીએ હાર ન માની અને સ્કોર 19-19 કર્યો હતો.


પૂર્વ રાષ્ટ્રીય ચેમ્પિયન જ્યોર્જ થોમસના પુત્ર કિરણે ઓડિશા ઓપન અને પોલિશ ઓપન જીતી હતી. તે ગયા વર્ષે ડેનમાર્ક માસ્ટર્સમાં રનર-અપ હતો. કિરણે ગયા મે-જૂનમાં થાઈલેન્ડ ઓપનમાં ટોચના ચીની ખેલાડીઓ હરાવીને પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
…તો દુનિયાને ના મળી હોય Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker