કોંગ્રેસના ક્યા 9 જિલ્લા પ્રમુખોને મલ્લિકાર્જુન ખડગેએ સડેલી કેરી સાથે સરખાવ્યા? | મુંબઈ સમાચાર
નેશનલ

કોંગ્રેસના ક્યા 9 જિલ્લા પ્રમુખોને મલ્લિકાર્જુન ખડગેએ સડેલી કેરી સાથે સરખાવ્યા?

રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે, જૂનાગઢમાં કોંગ્રેસની શિબિરમાં રહેશે હાજર

નવી દિલ્હી/જૂનાગઢઃ દેશમાં આજે નવા ઉપરાષ્ટ્રપતિની શપથવિધિ અને શપથવિધિના કાર્યક્રમની ચર્ચા છે. સીપી રાધાકૃષ્ણન દેશના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે, જ્યારે તેમના કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાટનગરના બદલે ગુજરાતની મુલાકાતે છે, જ્યારે કોંગ્રેસ પ્રમુખની ગુજરાતની મુલાકાતની ટકોર જોરદાર ચર્ચામાં છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના જૂનાગઢની મુલાકાત વખતે કોંગ્રેસને મજબૂત બનાવવા માટે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. જૂનાગઢ ખાતેની શિબિરમાં રાષ્ટ્રીય પ્રમુખ ખડગેએ કહ્યું હતું કે કોંગ્રેસના નવ જિલ્લાના પ્રમુખોને સડેલી કેરી સાથે સરખાવ્યા હતા.

એક સડેલું ફળ આખી ટોપલીને ખરાબ કરી શકે છે એવું ઉદાહરણ આપતા કહ્યું હતું કે જે નેતાઓ પક્ષમાં કામ કરવા ઈચ્છતા નથી તેમને પક્ષમાંથી બહાર કાઢી મૂકવા જોઈએ. રાજ્યના શહેર અને જિલ્લા પ્રમુખમાંથી નવ પ્રમુખના નબળા પ્રદર્શન અંગે જોરદાર નારાજગી વ્યક્ત કરી હતી અને 90 દિવસનું અલ્ટિમેટમ આપીને કામગીરીમાં સુધારો કરવાની ચેતવણી પણ આપી હતી. રાજ્યના શહેર અને જિલ્લાના 41 પ્રમુખમાંથી નવ લોકો પાછળ છે, જેમાં આણંદ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો તેઓ કામગીરી સુધારશે નહીં તો તેમના પદ પરથી પણ હાથ ધોવાની નોબત આવશે. પ્રમુખોની નિમણૂક અને કામગીરીનું મોનિટરિંગ પણ કેન્દ્રીય નેતૃત્વમાંથી કરવામાં આવી રહ્યું છે.

સંગઠન મજબૂત બનાવવાની ટકોર

હોદ્દા પર ઘરે બેસી રહેશો તો નહીં ચાલે એવો સ્પષ્ટ મેસેજ આપતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે હોદ્દા લઈને ફક્ત ઘરે બેસી રહેશો તો નહીં ચાલે. સત્તા મળે કે નહીં, પરંતુ કોંગ્રેસ પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ કરવા જોઈએ. નવ જિલ્લાના પ્રમુખોનું નામ લીધા વિના ઝાટકણી કાઢી હતી, પરંતુ બીજા પ્રમુખોની પણ પ્રશંસા કરી હતી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાની પ્રશંસા કરતા બિરદાવ્યા હતા. જૂનાગઢમાં કોંગ્રેસની દસ દિવસની આ પ્રકારની શિબિર થઈ હોવાનું પહેલી વખત બન્યું હોવાનું ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું.

કોંગ્રેસ પ્રમુખની ટકોર મુદ્દે રાહુલ ગાંધી નિર્ણય લેશે?

સીપી રાધાકૃષ્ણને આજે પંદરમા ઉપરાષ્ટ્રપતિના પદે શપથ લીધા હતા ત્યારે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત પૂર્વ ઉપરાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ગેરહાજરી મુદ્દે ભાજપએ સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીને વેકેશન માટે જવાનો સમય છે, પરંતુ શપથગ્રહણ હાજર રહેવા સમય નથી. જોકે, આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે કોંગ્રેસ પ્રમુખની ટકોર મુદ્દે કોઈ નિર્ણય લે તો નવાઈ નહીં. સાત મહિનામાં પાંચમી વખત ગુજરાતની મુલાકાતે છે. તેઓ રાજ્યના 41 જિલ્લા-મહાનગરના પ્રમુખોને આજે માર્ગદર્શન આપશે. જૂનાગઢ પછી તેઓ પોરબંદરની પણ મુલાકાત લઈ શકે છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને હરાવવાનો પડકાર આપનારા રાહુલ ગાંધીની આ પાંચમી મુલાકાત હશે. અગાઉ આણંદમાં યોજવામાં આવેલી કોંગ્રેસની શિબિરમાં ભાગ લીધો હતો.

આપણ વાંચો:  દેશના 15 માં ઉપરાષ્ટ્રપતિ તરીકે સી.પી. રાધાકૃષ્ણને શપથ લીધા, જગદીપ ધનખડે પણ હાજરી આપી

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button