નેશનલ

૮૧.૩૫ કરોડ ગરીબોને પાંચ વર્ષ મફત અનાજ અપાશે

નવી દિલ્હી: લોકસભાની સામાન્ય ચૂંટણી આવતા વર્ષના એપ્રિલ-મે મહિનામાં યોજાવાની હોવા વચ્ચે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) અંતર્ગત ૮૧.૩૫ કરોડ ગરીબોને અનાજ આપવાની મુદત વધુ પાંચ વર્ષ લંબાવવાનો નિર્ણય લીધો છે.

આ યોજના અંતર્ગત દેશના ૮૧.૩૫ કરોડ ગરીબોને દર મહિને પાંચ કિલો અનાજ મફત આપવામાં આવશે.

આ નિર્ણયને કારણે સરકારની તિજોરી પર અંદાજે રૂ. ૧૧.૮૦ લાખ કરોડનો બોજો આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ અંગે જાણકારી આપતા માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુરે બુધવારે કહ્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) પહેલી જાન્યુઆરી ૨૦૨૪થી વધુ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવશે.

પાંચ વર્ષમાં આ યોજના પાછળ રૂ. ૧૧.૮૦ લાખ કરોડનો ખર્ચ થશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે છેલ્લે આ યોજનાની મુદત ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ સુધી લંબાવવામાં આવી હતી.

લાભાર્થીઓના કલ્યાણ અને અન્ન સુરક્ષાની યંત્રણાને વધુ મજબૂત બનાવવા, પરવડી શકે તેવા ભાવે અનાજની ઉપલબ્ધતા વધારવા અને દેશભરમાં આ મામલે એકસૂત્રતા જાળવવા જેવી બાબતને ધ્યાનમાં રાખીને આ યોજનાને વધુ પાંચ વર્ષ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સત્તાવાર બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

કોરોનાની મહામારીના કાળમાં દેશના ગરીબ લોકોને રાહત આપવા વર્ષ ૨૦૨૦માં આ યોજના શરૂ કરવામાં આવી હતી.

ડિસેમ્બર ૨૦૨૨માં આ યોજનાની મુદત પૂરી થઈ હતી, પરંતુ ત્યાર બાદ આ યોજના ડિસેમ્બર ૨૦૨૩ સુધી લંબાવવામાં આવી હતી.

દરમિયાન ૧૫,૦૦૦ પ્રોગ્રેસિવ વુમન્સ સેલ્ફ હૅલ્પ ગ્રૂપને ડ્રોન આપવાનો પણ કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૪-૨૫થી અમલી બનનારી આ યોજના પાછળ રૂ. ૧,૨૬૧ કરોડનો ખર્ચ થશે.

કરવેરા મારફતે થતી આવકની કેન્દ્ર અને રાજ્ય સરકારમાં વહેંચણી અંગે ભલામણ કરતા ૧૬મા ફાયનાન્સ કમિશન માટે ‘ટર્મ્સ ઑફ રેફરન્સ’ને સરકારે મંજૂરી આપી હતી.

આ ભલામણ પહેલી એપ્રિલ ૨૦૨૬થી પાંચ વર્ષ માટે અમલી બનશે.

વંચિત આદિવાસી ગ્રૂપ પર ધ્યાન કેન્દ્રીત કરતી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન યોજનાને પણ કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.

કેબિનેટે ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટની મુદત વધુ ત્રણ વર્ષ લંબાવવાની મંજૂરી આપી હતી. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો