આવો છે મહાકુંભનો મહિમાઃ ઘરે કહ્યા વિના આ વૃદ્ધા આવી ગયા સ્નાન કરવા…
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશમાં હાલ મહાકુંભ 2025 (mahakumbh2025)ચાલી રહ્યો છે. તે વચ્ચે એક વૃદ્ધ મહિલા તારાદેવી મહાકુંભમાં આવ્યા છે, તે 1945થી દરેક કુંભમાં સ્નાન કરવા આવેલા છે. તારાદેવી પોતાના દીકરાથી છુપાઈને મહાકુંભમાં આવ્યા હતા. તેમને એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કુંભ પ્રત્યેની પોતાની લાગણી અંગે પણ જણાવ્યું. તેમણે કહ્યું તેમણે તેમના જીવનમાં ક્યારેય કોઈ કુંભ ચૂક્યા નથી. તમણે કહ્યું તે 5 વર્ષની ઉંમરથી કુંભમાં સ્નાન કરવા આવે છે.
આ પણ વાંચો : Kumbhmela-2025: જો પરિસ્થિતિઓ તમને મા ગંગા કિનારે ન જવા દે તો આ મંત્રજાપ કરો અને…
દીકરાથી છુપાઈને કુંભમાં સ્નાન કરવા આવી છું
તારાદેવીએ કહ્યું કે તેમનો દીકરો શાકભાજી ખરીદવા ગયો હતો, જેથી તેને મોકો મળતા માત્ર પૌત્રીને જાણ કરીને કુંભ મેળામાં આવી ગયા. તારાદેવીએ કહ્યું કે તે 1 મહિના સુધી કુંભમાં રોકાશે. વધુમાં તેમણે કહ્યું કે પરિવારના લોકો જાણે છે કે હું સુરક્ષિત છું માટે ચિંતાનું કોઈ કારણ નથી. દાદીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે, અને વીડિયો પર અનેક લોકોએ રિએક્શન આપ્યા છે .જેમાં યુઝરે લખ્યું છે કે દાદી, તમે મારું દિલ જીતી લીધું છે. યુઝર્સે લખ્યું આ ઉંમરમાં આટલો ઉત્સાહ અને ત્યાગ જોઈને હું નવાઈ પામ્યો.