જયપુરની હોસ્પિટલમાં આગ લાગવાથી 8નાં મોત, ડોક્ટરો દર્દીઓને છોડીને ભાગી ગયાના આક્ષેપ

જયપુર: રાજસ્થાનના પાટનગર જયપુરના સવાઇ માનસિંહ હોસ્પિટલમાં એક મોટી દુર્ઘટના સર્જાય હતી. હોસ્પિટલમાં આગ લાગવાથી 6 દર્દીઓના મોત થયા હતા, જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના ટ્રોમા સેન્ટર નજીક ન્યૂરો આઈસીયુ વોર્ડના સ્ટોરમાં સર્જાય હતી. આગની દુર્ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે છ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. આ સમિતિ SMS હોસ્પિટલના આ દુર્ઘટનાના કારણો, હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા અને આગને કાબૂમાં લેવા માટેના પગલાંની વિગતવાર સમીક્ષા કરશે.
પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવાયું છે. આ ઘટના બાદ સવારે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અકસ્માતના કારણોની તપાસના આદેશ બાદ હાલમાં ઘટનાસ્થળેથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના રવિવારે મોડી રાત્રે સર્જાય હતી. SMS ટ્રોમા સેન્ટરના ન્યૂરો ICUમાં લાગેલી આ ભીષણ આગમાં અત્યાર સુધીમાં ૮ દર્દીઓના મોત નીપજ્યા હોવાની પુષ્ટિ થઈ છે.
દુર્ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે છ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે, આ તપાસ સમિતિની અધ્યક્ષતા તબીબી શિક્ષણ વિભાગના કમિશનર અવિકલ ખન્ના કરશે. સમિતિના અન્ય સભ્યોમાં ડો. પુષ્કર કુમાર મીણા, ડો. ચનુ સિંહ મીણા, અજય માથુર તેમજ ડો. આર.કે. તંવરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યારે ગૃહ રાજ્ય પ્રધાન જવાહર સિંહ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે મૃતકોના પરિજનોએ તેમની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરિજનોએ જણાવ્યું કે, તેમણે આગ લાગવાની જાણકારી હોસ્પિટલ પ્રશાસનને લગભગ ૨૦ મિનિટ પહેલા જ આપી દીધી હતી, પરંતુ તેમ છતાં કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી નહોતી. તેમણે આરોપ કર્યો હતો કે, દુર્ઘટના દરમિયાન ઘણા ડોક્ટરો ઘટનાસ્થળ પરથી ભાગી ગયા હતા અને દર્દીઓને બચાવવાના પ્રયાસો સમયસર કરવામાં આવ્યા નહોતા.
આપણ વાંચો: બંગાળ-સિક્કિમમાં વરસાદે તારાજી સર્જી; પૂર અને ભૂસ્ખલનને કારણે 20ના મોત, હજુ પર વરસાદની આગાહી