8 દિવસ બાદ ગ્રહોના રાજા સૂર્ય કરશે ગોચર, છ રાશિના જાતકોનો શરૂ થશે Golden Period…
જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર ગ્રહોના રાજા સૂર્ય દર મહિને ગોચર કરે છે. સૂર્ય એક વર્ષમાં પોતાનું રાશિચક્ર પૂરું કરે છે અને આ વખતે સૂર્ય ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને એને કારણે જ કેટલીક રાશિના જાતકો માટે સોનેરી સમય શરૂ થઈ રહ્યો છે. 16મી ઓગસ્ટના સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. 15મી સપ્ટેમ્બર સુધી સિંહ રાશિમાં જ બિરાજમાન રહેશે. સિંહ રાશિમાં સૂર્યના થઈ રહેલાં ગોચરને કારણે અમુક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આ રાશિના જાતકોને સૂર્ય બંપર બોનાન્ઝા લાભ કરાવી રહ્યા છે, કરિયરમાં સફળતા મળી રહી છે. ચાલો, વધારે સમય વેડફ્યા વિના જાણીએ કે આખરે કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષ રાશિના જાતકો માટે સૂર્યનું થઈ રહેલું આ ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. પૈસા બચાવવામાં સફળતા મળી રહી છે. વેપારી વર્ગને વિશેષ લાભ થઈ રહ્યો છે, નફો થઈ રહ્યો છે, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે.
આ રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન કરિયરના મોર્ચે વિશેષ લાભ પ્રદાન કરી રહ્યો છે. નોકરીમાં સારી એવી પ્રગતિ થઈ રહી છે. પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. સ્વાસ્થ્યમાં પણ સારો એવો ફાયદો થઈ રહ્યો છે.
તુલા રાશિના જાતકો માટે 16મી ઓગસ્ટથી 15મી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો સફળતાના નવા નવા દ્વારા ખોલી રહ્યો છે. નોકરી-કરિયરમાં પ્રગતિ થઈ રહી છે. તમે ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. સારી સારી તક મળી શકે છે. નજીકના લોકો સાથેના સંબંધો વધારે સારા થઈ રહ્યા છે.
આ રાશિના જાતકોને એક મહિના સુધી ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. નોકરી-બિઝનેસમાં વિકાસ થઈ રહ્યો છે. આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. બચત કરવામાં સફળતા મળી રહી છે. દેવામાંથી મુક્તિ મળી રહી છે. ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે. પરિવારના લોકો સાથે સારો એવો સમય પસાર કરશો.
સૂર્યના થઈ રહેલાં ગોચરને કારણે કુંભ રાશિના જાતકોના આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. કોઈ જગ્યાએથી પૈસા મળી શકે છે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન કે પગાર વધારો મળવાના યોગ બની રહ્યા છે. નવી જોબની ઓફર મળી શકે છે.
મીન રાશિના જાતકો માટે સૂર્યનું પોતાની જ રાશિમાં થઈ રહેલું ગોચર લાભદાયી સાબિત થઈ રહ્યું છે. આર્થિક સ્થિતિ મજબૂત થઈ રહી છે. રોકાણ કરવા માટે આ સમય ખૂબ જ સારો છે. વાહન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે. તમે આ સમયગાળો આનંદમાં પસાર કરશો.