ટોપ ન્યૂઝનેશનલ

76th Republic day: શ્રીનગરનો લાલ ચોક દેશભક્તિના રંગે રંગાયો, મહાકાલને ત્રિરંગો શણગાર…

નવી દિલ્હી: આજે દેશભારમાં 76મા પ્રજાસત્તાક દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં (76th Republic day celebration) આવી રહી છે. જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં લોકો દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા (Lal Chowk Shrinagar) હતાં, લાલ ચોકમાં લોકો ઉજવણી કરતા અને દેશ ભક્તિના ગીતો પર નાચતા જોવા મળ્યા હતાં, જેના વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે, મધ્યપ્રદેશના ઉજ્જૈનના વિશ્વ પ્રખ્યાત શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન, ભગવાન મહાકાલને ત્રિરંગાથી શણગારવામાં (Mahakaleshwar) આવ્યા હતા.

https://twitter.com/AHindinews/status/1883350432954945887

આ પણ વાંચો : મહાકુંભમાં આવેલા દંપતીની કાર માત્ર કાર નહિ પણ છે ઘર; આનંદ મહિન્દ્રા પર થયા મોહિત

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ લાલ ચોકને ત્રિરંગાથી શણગારવામાં આવ્યો છે. લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. એક વિડીયોમાં એક યુવાન શાહરૂખની ફિલ્મ ‘વીર-ઝારા’ના ‘ઐસા દેસ હૈ મેરા’ ગીત પર નાચતો અને ઉજવણી કરતો જોવા મળે છે.

મહાકાલને ત્રિરંગાનો શણગાર:
ઉજ્જૈનના ભગવાન મહાકાલને ત્રિરંગાની માળા અર્પણ કરીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. રવિવારે સવારે 4:00 વાગ્યે ભગવાન મહાકાલના દરવાજા ખુલતાની સાથે જ ભગવાન મહાકાલને પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો. આ પછી, ભગવાનનો ખાસ શણગાર કરવામાં આવ્યો, જેમાં ત્રિરંગી માળા, કપડાં અને કાનની બુટ્ટીઓ ચડાવવામાં આવી.

આ પણ વાંચો : પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત; ગુજરાતના બે મહાનુભાવોને મળશે પદ્મશ્રી

ભક્તોની ભીડ જામી:
ભગવાન મહાકાલને ભાંગ, ચંદન અને આભૂષણો અર્પણ કરવામાં આવ્યા, સાથે જ તેમના કપાળ પર ચાંદીનો ચંદ્ર અને ત્રિપુંડ્ર પણ અર્પણ કરવામાં આવ્યા. ભસ્મ આરતી દરમિયાન, ભગવાનને શેષનાગના ચાંદીના મુગટ, ચાંદી જડિત રુદ્રાક્ષની માળા અને સુગંધિત ફૂલોની માળાથી શણગારવામાં આવ્યા હતા. આજે રવિવાર હોવાને કારણે ભક્તોની ભારે ભીડ જામી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button