નેશનલ

છત્તીસગઢમાં 72 વિધાનસભ્ય પાસે છે કરોડોની સંપત્તિ

રાયપુર: છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં 90 બેઠકમાંથી 54 સીટ પર ભાજપ (ભારતીય જનતા પાર્ટી) જીતીને ફરી એક વખત સત્તામાં આવી છે. છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 35 સીટ અને ત્યાની એક સ્થાનિક પાર્ટીને એક વોટ મળ્યો છે. ચૂંટણીમાં જીતેલા દરેક 90 ઉમેદવારના એફિડેવિટને એનાલિસિસ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રેફોર્મ (એનડીઆર) દ્વારા મહત્ત્વના તારણ કાઢવામાં આવ્યા હતા. ઉમેદવારોની મિલકત પર નજર કરીએ તો નવી વિધાનસભામાં આ વખતે 72 વિધાનસભ્ય પાસે કરોડોની સંપતિ છે.

ચૂંટણીમાં જીતેલા કુલ 72 વિધાનસભ્યોમાંથી ભાજપના 43 અને કોંગ્રેસના 35માંથી 29 એમપી પાસે કરોડો રૂપિયાની સંપતિ છે. એફિડેવિટના આ આંકડા મુજબ બાકી રહેલા માત્ર છ એવા એમપી એવા છે, જે કરોડપતિ નથી હોવાનું સામે આવ્યું છે.
છત્તીસગઢના કબીરધામ જિલ્લાની પંડરિયા વિધાનસભા સીટ પરથી ચૂંટાઈને આવેલા ભાજપના ભાવના બોહરા પાસે સૌથી વધુ સંપત્તિ ધરાવે છે. તેમના જણાવ્યા મુજબ તેમની પાસે કુલ 33.86 કરોડ રૂપિયાની મિલકત ધરાવે છે. બીજા નંબરે ભાજપના જ રાજ્યના એક્સ સીએમ ભૂપેશ બઘેલ જેમની પાસે 33.38 કરોડની સંપત્તિ છે. ત્રીજા નંબરે પણ બિલાસપુરથી ભાજપના અમર અગ્રવાલ પાસે 27 કરોડની સંપત્તિ છે.

સૌથી ઓછી સંપત્તિવાળા ઉમેદવારમાં કોંગ્રેસના એક અને ભાજપના બે વિધાનસભ્યો સામેલ છે. આ યાદીમાં સૌથી પહેલા ચંદ્રપુરથી કોંગ્રેસના રામકુમાર યાદવ પાસે 10.02 લાખ, સીતાપુરથી ભાજપના રામકુમાર ટોપ્પો જેમની પાસે 13.12 લાખ અને ત્રીજા નંબરે પથલગામથી ભાજપના ગોમતી સાય પાસે કુલ 15.47 લાખ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.

ઉમેદવારોના એફિડેવિટ વિશે એનડીઆરે રિપોર્ટ જારી કર્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે જીતેલા 90માંથી 17 નવા ચૂંટાયેલા વિધાનસભ્ય સામે અનેક ગુનાઓ નોંધાયા હોવાની માહિતી આપી છે. 2018ની ચૂંટણીની સરખામણીએ આ વર્ષે ગુનાઓ નોંધાયેલા ઉમેદવારોની સંખ્યા 27થી ઘટીને 19 ટકા થઈ ગઈ છે. પણ કરોડો રૂપિયાની સંપતિ હોય એવા ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે. 2018માં આવા ઉમેદવારોની સંખ્યા 68 (76 ટકા) હતી તે આ વર્ષે વધીને 72 (80 ટકા) થઈ ગઈ છે. 2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 12 નવા ચૂંટાયેલા વિધાનસભ્યોમાંથી 12 સામે અને કોંગ્રેસના 35માંથી ચાર વિધાનસભ્યો એવા છે જેની સામે અનેક ગુનાઓ નોંધાયા હોવાની ઉમેદવારોએ સોગંધનામામાં માહિતી આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button